ઊંચી-ઊંચી ઇમારતો પર ચઢી સ્ટંટ કરવો પડી ગયો ભારે, ફ્રાન્સનો પ્રખ્યાત સ્ટંટમેનનું 68 માળની બિલ્ડિંગ પરથી પડતા થયુ મોત
French daredevil fell during a stunt : પોતાના હૈરતઅંગેજ કારનામાથી લોકોના દિલની ધડકન વધારી દેનાર 30 વર્ષીય રેમી લ્યુસિડીનું હોંગકોંગમાં 68 માળની રેસિડેન્શિયલ ઈમારત પરથી પડી જવાને કારણે મોત થયું હોવાના અહેવાલ છે. મીડિયા અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે લ્યુસિડી ટ્રેંગુટર ટાવર કોમ્પ્લેક્સ પર ચઢી રહ્યો હતો. લ્યુસિડીનો પગ લપસી ગયો હોવાથી તે પટકાયો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
68 માળની બિલ્ડિંગ પરથી પટકાતા થયુ સ્ટંટમેનનું મોત
માનવામાં આવે છે કે તે ઉપરના માળના પેન્ટહાઉસની બહાર ફસાઈ ગયો હતો. હોંગકોંગના સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, તેને સાંજે લગભગ 6 વાગ્યે બિલ્ડિંગમાં જોવામાં આવ્યો હતો અને તેણે ગેટ પરના સિક્યુરિટી ગાર્ડને કહ્યું હતું કે તે 40મા માળે એક મિત્રને મળવા આવ્યો છે. મીડિયા આઉટલેટે અહેવાલ આપ્યો કે જ્યારે કથિત મિત્રએ કહ્યું કે તે લ્યુસિડીને ઓળખતો નથી, ત્યારે સુરક્ષા રક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પહેલેથી જ લિફ્ટમાં પ્રવેશી ચૂક્યો હતો.
સંતુલન ગુમાવતા પટકાયો નીચે
CCTV ફૂટેજમાં લુસિડી 49મા માળે પહોંચતા અને પછી સીડીઓ ચઢીને બિલ્ડીંગની ટોચ પર તે ગયો. તેણે સાંજે 7:38 વાગ્યે કોમ્પ્લેક્સના પેન્ટહાઉસની બારી ખટખટાવી, જેને કારણે એપાર્ટમેન્ટમાં રહેતી એક ઘરેલુ કર્મચારીએ ગભરાઇને પોલિસને ફોન કર્યો. મીડિયા અહેવાલો અનુસાર, લ્યુસિડી પેન્ટહાઉસની બહાર ફસાઈ ગયો હતો અને પોતાનું સંતુલન ગુમાવતા પહેલા મદદ માટે તેણે બારી જકડી રાખી હતી.
પોલિસને ઘટનાસ્થળેથી મળ્યો લ્યુસિડીનો કૅમેરો
પોલિસને ઘટનાસ્થળેથી લ્યુસિડીનો કૅમેરો મળ્યો હતો અને તેમાં તેના ઊંચાઈના સ્ટંટના અનેક વીડિયો હતા. પોલીસે મૃત્યુનું સત્તાવાર કારણ જાહેર કર્યું નથી. એક કાર્યકર જેણે લ્યુસિડી સાથે વાત કરી હોવાનો દાવો કર્યો હતો તેણે કહ્યું, ‘જ્યારે મેં પૂછ્યું કે તે ક્યાં જઈ રહ્યો છે, ત્યારે તેણે મને કહ્યું કે તે એક પહાડ પર ચઢવા જઈ રહ્યો છે.’ તેના મૃત્યુના થોડા સમય પહેલા જ તેણે હોંગકોંગ સ્કાયલાઇનનો ફોટો પોસ્ટ કર્યો હતો.