ભારતના વોરન બફેટ તરીકે જાણીતા આ રોકાણકારની પત્નીએ દક્ષિણ મુંબઇના પોશ વિસ્તારમાં એકસાથે ખરીદ્યા 12 ફ્લેટ…કિંમત જાણી આંખે અંધારા આવી જશે

39 હજાર કરોડની માલકિન એવા રાકેશ ઝુનઝુનવાળાની પત્નીએ મુંબઈના એકસાથે ખરીદ્યા 12 ફ્લેટ, કિંમત સાંભળીને ચોંકી જશો

દિવંગત રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાએ પરિવારના અન્ય સભ્યો સાથે મળીને સાઉથ મુંબઈના મલબાર હિલમાં વાલકેશ્વર રોડ પર 12થી વધુ આલીશાન એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે. આ ડીલ 156 કરોડ રૂપિયામાં થઈ છે. રેખા ઝુનઝુનવાલાએ જ્યાં આ એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે તે એક જૂની ઇમારત છે જે તેના 14 માળના આવાસ રેયર વિલાની બાજુમાં છે.

આ પરિવાર છેલ્લા કેટલાક મહિનાઓથી રોકસાઈડ એપાર્ટમેન્ટ બિલ્ડીંગમાં યુનિટો ખરીદી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં સંભવિત પુનઃવિકાસની અટકળો શરૂ થઈ છે. દરેક એપાર્ટમેન્ટનો સરેરાશ વિસ્તાર 2100 ચોરસ ફૂટ છે, જે કુલ 26,119 ચોરસ ફૂટ સાથે જોડાય જાય છે. પરિવારે આ વ્યવહારો માટે 9.02 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.

સૌથી લેટેસ્ટ ખરીદી 15 માર્ચે પંજીકૃત ત્રીજા માળ પર 1,666-સ્ક્વેર-ફૂટનો એપાર્ટમેન્ટ હતો. વાલકેશ્વર અને મલબાર હિલ એક સમયે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારોમાં ગણાતા હતા. આ વિસ્તારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પણ દેશમાં સૌથી મોંઘા માનવામાં આવતા હતા. આ પછી નજીકના ઘણા વિસ્તારોમાં લક્ઝરી અને પ્રીમિયમ પ્રોજેક્ટ્સ આવ્યા. આ પછી વાલકેશ્વર અને મલબાર હિલની કિંમતો એટલી રહી નથી. જો કે, આ વિસ્તારમાં પ્રોપર્ટીની કિંમતો હજુ પણ ઘણી ઊંચી છે.

Shah Jina