ખબર

અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસો વચ્ચે આવ્યા સારા સમાચાર, રિકવરી રેટમાં જબરદસ્ત રીતે….

દેશભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 1.25 લાખને પાર પહોંચી ગઈ છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ વધતા જાય છે, જયારે અમદાવાદમાં કોરોના વાયરસના કેસ 9,724 થઇ ચુક્યા છે. પણ સાથે જ એક સારી વાત એ થઇ છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 140 ટકા વધી ગયો છે. જે દેશના રિકવરી રેટ કરતા ત્રણ ગણો વધુ છે.

Image Source

દેશભરમાં સૌથી વધુ કોરોનના કેસ સામે આવ્યા હોય એવા શહેરોમાં અમદાવાદ પણ સામેલ છે, ત્યારે અમદાવાદમાં શુક્રવારે 24 કલાકમાં 25 લોકોના મૃત્યુ વચ્ચે તંત્ર દ્વારા રિકવરી રેટ વધવાનો દાવો કરવામાં આવ્યો છે. શુક્રવારે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે હેલ્થ ઓફિસરો સાથે મિટિંગ કરી હતી, જે પછી જણાવાયું હતું કે 5 મેના રોજ અમદાવાદ શહેરનો રિકવરી રેટ 15.85 ટકા હતો જે 15 દિવસમાં 9 ગણો વધીને 140 ટકા થઈ ગયો છે. તેની સામે ગુજરાતનો રિકવરી રેટ 92 ટકા અને દેશનો રિકવરી રેટ 43 ટકા છે.

છેલ્લા 15 દિવસનો રિપોર્ટ જોવામાં આવે તો અમદાવાદમાં કોરોના વાયરસનો શિકાર થયા બાદ સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 15 ટકાથી વધીને 38 ટકા સુધી પહોંચી ગઈ છે. આ રીતે શહેરમાં રિકવરી રેટ ડબલથી પણ વધી ગયો છે. જેની સરખામણીમાં રાજ્યમાં 15 દિવસ પહેલા જે રિકવરી રેટ હતો, તેમાં 92 ટકાનો વધારો નોંધાયો છે. 5 મે સુધી રાજ્યમાં 22 ટકા દર્દી સાજા થઈ રહ્યાં હતા, જ્યારે 21 મેના આંકડા પ્રમાણે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 42 ટકા થઈ ગઈ છે.

Image Source

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થનારા દર્દીઓની વધતી સંખ્યા પાછળનું કારણ ICMRના દિશા-નિર્દેશો પણ હોઈ શકે છે. ICMRની ગાઈડલાઈન મુજબ કોરોનાનો રિપોર્ટ કર્યા વગર દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવે છે. આ સિવાય 14 દિવસમાં દર્દીમાં કોરોનાનો કોઈ લક્ષણો ન જણાય તો તેને ડિસ્ચાર્જ આપી શકાય છે. આ સિવાય હોસ્પિટલના સ્ટાફ અને કોવિડ કેર સેન્ટરો દ્વારા દર્દીઓની સારી રીતે દેખરેખ રાખવી પણ રિકવરી રેટ વધારવા પાછળ જવાબદાર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.