IPLનો રંગ આખી દુનિયાની અંદર છવાઈ ગયો છે, કે તરફ કોરોનાના કારણે લાગેલી પાબંધીઓમાં લોકો જયારે ઘરે બેઠા છે, ત્યારે આઇપીએલ દ્વારા તે ઘરે બેઠા મનોરંજન માણી રહ્યા છે. આઈપીએલમાં ઘણા બધા ગુજરાતી ખેલાડીઓ ઝળક્યા છે. જેમાં ચેતન સાકરીયાએ આ વર્ષે ડેબ્યુ કરવાની સાથે જ તે છવાઈ ગયો છે.
ગઈકાલે ચેન્નાઇ અને આરસીબી વચ્ચે યોજાયેલા મુકાબલામાં ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેચનો હીરો રહ્યો. તો આરસીબી તરફથી રમી રહેલા ફાસ્ટ બોલર હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં તેને 37 રન માર્ટા ઇતિહાસ સર્જ્યો.
હર્ષલ પટેલ આઇપીએલનો સૌથી સફળ બોલર છે. હાલમાં તેના નામે પર્પલ કેપ છે. તેને 5 મેચની અંદર 15 વિકેટ પોતાના નામે કરી અને આ કેપ હાંસલ કરી છે. ગઈકાલની ચેન્નાઇ સામેની મેચમાં પણ તેને ત્રણ વિકેટો પોતાના નામે કરી હતી.
હર્ષલ પટેલ ગુજરાતનો વતની છે અને તેની સંઘર્ષ કથા પણ ખુબ જ રોચક છે. હર્ષલ પટેલ અમદાવાદ પાસે આવેલા સાણંદનો વતની છે, અને તે હરિયાણા ટીમનો કપ્તાન પણ રહી ચુક્યો છે. પરંતુ તે એક સમયે દેશ જ છોડી દેવાનો હતો.
હર્ષલ 2005માં તેના પરિવારના અન્ય સભ્યો સાથે અમરિકા ચાલ્યો જવાનો હતો. પરંતુ ક્રિકેટમાં કેરિયર બનાવવા માટે તેને ભારતમાં રહેવાનો ન્રીનાય કર્યો. તેના ભાઈ તપન પટેલે હર્ષલના આ નિર્ણયમાં સાથે આપ્યો. હર્ષલ જુનિયર ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી ચુક્યો હતો. 2008-09માં અંડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં 23 વિકેટ પોતાના નામે કરી.
હર્ષલ પટેલ 2010માં અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો. સિનિયર વર્ગમાં ગુજરાતની ટીમમાં પસંદગી થયા બાદ હર્ષલ હરિયાણા ચાલ્યો ગયો. 2011-12માં રણજી સીઝનમાં તેની ક્વાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલમાં સતત બે વાર 8 વિકેટ લેવાનું કામ કર્યું. હાલમાં તે હરિયાણા ટીમનો કપ્તાન પણ છે.
આઇપીએલમાં અંતિમ પાંચ સીઝનની જો વાત કરવામાં આવે તો હર્ષલ પટેલ ફક્ત 18 મેચ રમ્યો છે. હાલની સીઝનમાં તેને પહેલી જ મેચની અંદર 5 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
હર્ષલને 2010માં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા 8 લાખમાં ખરીદવામાં આવ્યો હતો. પરંતુ તેને મેચ રમવાનો મોકો 2012માં આરસીબી તરફથી મળ્યો. તે સીઝનમાં તેને 12 મેચમાં 9 વિકેટ લીધી હતી. 2013માં તે એકપણ મેચ રમી ના શક્યો. 2014માં 3 મેચમાં 4 વિકેટ ઝડપી. 2015માં તેના માટે ખુબ જ સારી સીઝન રહી જેમાં તેને 15 મેચમાં 17 વિકેટ ઝડપી હતી.