2024 વર્ષનો RBIનો સૌથી મોટો નિર્ણય, મિડલ ક્લાસને ફટકો પડ્યો, લોન લીધી હોય તો જલ્દી વાંચો કોમેન્ટ બોક્સ

મોટા ભાગના ગુજરાતીઓ લોન પર જીવી રહ્યા છે અને હોમ લોન અત્યારે 9 થી 9.50 % વચ્ચે ચાલી રહી છે. મિડલ ક્લાસ ત્રાહિમામ છે કે ક્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટશે. RBIની મોનેટરી પોલિસી બાબતે આજે મિટિંગ હતી અને કમિટીએ ફરી એકવાર પોલિસી વ્યાજ દર – રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. સતત છઠ્ઠી વખત રેપો રેટ 6.5% પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શક્તિકાંત દાસે જણાયું છે કે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્યમાંથી માત્ર મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થાએ સારો દેખાવ કર્યો છે. મોંઘવારી પણ ઘટતી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે આ વખતે બેઠકમાં તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે

અને સમિતિએ નિર્ણય લીધો છે કે રેપો રેટ 6.5% પર યથાવત રાખવો જોઈએ. છમાંથી પાંચ સભ્યોએ આ તરફેણમાં નિર્ણય આપ્યો હતો. કેન્દ્રીય બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ વધારી 6.5 ટકા કર્યો હતો. મોદ્રિક નીતિ સમીકિષાની ઘોષણા કરતા કેન્દ્રિય બેંતના ગર્વનરે જણાવ્યુ કે- વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતા વચ્ચે દેશની ઇકોનોમી મજબૂતી બતાવી રહી છે.

એક બાજુ ઇકોનોમિક ગ્રોથ વધી રહ્યો છે, તો બીજી બાજુ મોંઘવારીમાં ઘટાડો થઇ રહ્યો છે. મોંઘવારીને કાબૂમાં રાખવા અને ઇકોનોમિક ગ્રોથને રફતાર આપવા માટે રેપો રેટમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો.

File Pic

આગળ તેમણે કહ્યુ- વૃદ્ધિની ગતિ તેજ થઇ રહી છે અને મોટાભાગે વિશ્લેષકોના અનુમાનથી પણ આગળ નીકળી રહી છે. જે રેટ પર RBI તરફથી બેંકોને લોન આપવામાં આવે છે, તેને રેપો રેટ કહેવાય છે. રેપો રેટ વધવાનો મતલબ એ છે કે બેંકોને RBIથી મોંઘા રેટ પર કર્જ મળશે, આનાથી હોમ લોન સિવાય કાર લોન, પર્સનલ લોન વગેરે વધશે, જેનાથી તમારા EMI પર સીધી અસર પડશે.

YC