ગુજરાતની આ બેંકનું RBIએ લાયસન્સ કરી નાખ્યું રદ્દ, જો તમારું ખાતું હોય તો થઇ જાવ સાવધાન

ગુજરાતની આ બેંકનું થયું ઉઠમણું, એક બહેન બિચારા ધ્રુસકે ધ્રુસકે રડ્યા, તમારું ખાતું નથી ને આ બેંકમાં? જાણો

RBI cancels Mahalaxmi Cooperative Bank licence : RBI દ્વારા બેંક પર ચાંપતી નજર રાખવામાં આવે છે અને કોઈ ગડબડી દેખાતા જ તેમને નોટિસ પણ મોકલવામાં આવે છે, નોટિસ મોક્લવવા છતાં પણ જો બેંક દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ના આવે તો બેંકનું લાયસન્સ પણ રદ્દ કરી દેવામાં આવે છે, ત્યારે હાલ એક ખબર વડોદરાથી સામે આવી છે, જેમાં વડોદરા પાસે ડભોઇમાં આવેલી મહાલક્ષ્મી બેંકની માન્યતા RBI દ્વારા રદ્દ કરી દેવામાં આવી છે. આ ખબરથી બેંકમાં ખાતું ધરાવતા ગ્રાહકો માટે માઠા સમાચાર આવ્યા છે.

RBI દ્વારા લેવાયો નિર્ણય :

RBI દ્વારા બેંકના અણગઢ વહીવટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ બેંકમાં વિવાદ ચાલુ હતો, જેમાં બેંક પાસે પૂરતી આવક અને રોકાણ ના હોવાના કારણે RBI દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલ દ્વારા પણ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું પણ સામે આવ્યું હતું. મહાલક્ષ્મી બેંક મૂળ વડોદરાની બેંક છે અને તેની ડભોઇ અને વડોદરા આસપાસ કુલ 5 જેટલી બ્રાન્ચ આવેલી છે, આ તમામને તાળા લાગી જવાના છે.

Image Credit: gujaratfirst

પૂર્વ મેનેજરે કરી 3.15 કરોડની ઉચાપત :

આ મામલે બેંકના હાલના મેનેજર અરુણ પટેલ દ્વારા ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલ સહીત ત્રણ લોકો દ્વારા ખોટી સહી અને અનોપરેટ બે ખાતામાંથી ટ્રાન્જેક્શન કરીને 3.15 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. મહાલક્ષ્મી બેંકના વહીવટ સામે અનેક ગેરરીતો સામે આવી હતી. ત્યારે આ વધુ એક વિવાદ સામે આવતા જ બેંક ખાતેદારોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા.

નવા મેનેજરે કરી ફરિયાદ :

આ મામલે એવી પણ સામે આવ્યું છે કે ચેરીટી કમિશ્નર દ્વારા બેંકનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પણ અનેક ગેરરીતિઓ બહાર આવી હતી. આ કારણે 6 મહિના સુધી બેંકે આપેલા ધિરાણોની રિકવરી અને અન્ય ધિરાણો ન આપવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. આ સમગ્ર બાબતોમાં બેંકના સત્તાધીશોને કોઈ ફરક પડ્યો ન હતો. પણ બેંકના ખાતેદારોને તેની સીધી અસર થઈ હતી. તાજેતરમાં જ નવા બનેલા બેંક મેનેજર અરુણ પટેલ દ્વારા ચાર્જ સંભાળ્યો હતો. ત્યારથી જ તેઓ આ બાબતની તપાસ કરતા જે દરમિયાન અનેક ભૂલો બહાર આવી હતી.

Niraj Patel