ઓહ ગોડ, ફરી એક ફેમસ બેંક ઉઠી ગઈ, RBI એ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ, ચેક કરો તમારું ખાતું તો નથી ને એમાં
Rbi Canceled The License bank : ભારતીય રિઝર્વ બેંક આ દિવસોમાં બેંકો પર કડક નજર રાખી રહી છે. જો RBI કોઈપણ બેંકોની તપાસ કરે છે અને આ દરમિયાન નિયમોના ઉલ્લંઘનને લગતી કોઈપણ ખામી જોવા મળે છે, તો તેના પર દંડ, બેંકિંગ લાઇસન્સ રદ કરવા અને પ્રતિબંધ પણ લાદવામાં આવે છે. થોડા સમય પહેલા જ RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા. જેના બાદ હવે આ વખતે RBIએ સુમેરપુર મર્કેન્ટાઈલ અર્બન કો-ઓપરેટિવ બેંક પર કાર્યવાહી કરી છે.
આ બેંકનું લાયસન્સ રદ્દ :
ભારતીય રિઝર્વ બેંકે રાજસ્થાન સ્થિત કો-ઓપરેટિવ બેંક સામે મોટી કાર્યવાહી કરી છે અને બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. રાજસ્થાનના પાલી સ્થિત સુમેરપુર મર્કેન્ટાઈલ અર્બન કો-ઓપરેટિવ બેંક પર આ કાર્યવાહી કરવામાં આવી છે. બેંક સામે લેવાયેલી કાર્યવાહી અંગે માહિતી આપતા રિઝર્વ બેંકે કહ્યું કે સુમેરપુર મર્કેન્ટાઈલ અર્બન કો-ઓપરેટિવ બેંક લાંબા સમયથી નાણાકીય સંકટનો સામનો કરી રહી હતી.
ગ્રાહકો મુશ્કેલીમાં :
આરબીઆઈના જણાવ્યા અનુસાર, આ બેંક પાસે આવક અને મૂડીના પૂરતા સ્ત્રોત નથી. આવી સ્થિતિમાં ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનની સહકારી મંડળીઓની વિનંતી બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. સુમેરપુર મર્કેન્ટાઈલ અર્બન કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ થયા બાદ ગ્રાહકોના પૈસાનું શું થશે તે સૌથી મોટો પ્રશ્ન છે.
3 બેંકો પર કરોડોનો દંડ :
લિક્વિડેશન પર, દરેક થાપણદારને DICG એક્ટ, 1961 ની જોગવાઈઓ હેઠળ ડિપોઝિટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) દ્વારા 5 લાખ રૂપિયા સુધીની થાપણો પર વીમાનો લાભ મળશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેંકના 99.13 ટકા થાપણદારોને DICGC થાપણોનો લાભ મળશે. હાલમાં જ રિઝર્વ બેંકે મોટી કાર્યવાહી કરી છે અને દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત ત્રણ બેંકો પર કરોડોનો દંડ ફટકાર્યો છે.
SBI પણ સામેલ :
જેમાં SBIની સાથે કેનેરા બેંક અને સિટી યુનિયન બેંકના નામ પણ સામેલ છે. નિયમોના ઉલ્લંઘનને કારણે રેગ્યુલેટરે તમામ બેંકો પર કુલ 3 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. SBI પર 2 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેનેરા બેંક પર 32.30 લાખ રૂપિયા અને સિટી યુનિયન બેંક પર 66 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.