ફસાઈ ગયા બિચારા ગુજરાતીઓ, આ બેન્ક ઉઠી ગઈ, RBI એ કેન્સલ કર્યું લાયસન્સ…

કૌભાંડને લીધે બંધ થઈ ગુજરાતની સૌથી જૂની આ બેંક, બિચારા ખાતેદારોનું શું? જાણો સમગ્ર મામલો

વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા RBIએ રદ કરી છે. આ બેંક ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક છે, પણ કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થવાનો વારો આવ્યો. બેંકના કર્મચારીઓએ જ બેંકનું કરી નાંખ્યું, જેને કારણે પાંચ બ્રાન્ચને તાળા વાગી ગયા. બેંકના અનગઢ વહીવટના કારણે RBI એ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે. બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલ દ્વારા કરોડો રૂપિયાનો ફ્રોડ કરવામાં આવ્યો હતો.

વર્ષ 1972થી શરૂ થયેલ મહાલક્ષ્મી બેંકનું લાયસન્સ RBI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. મૂળ વડોદરાની આ બેંકની વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 5 બ્રાન્ચ આવેલ છે અને બધી બ્રાન્ચને હવે તાળા લાગી જશે. ત્યારે આ ખબર સામે આવતા જ ખાતેદારના જીવ તાળવે ચોંટ્યા છે. સમયાંતરે મહાલક્ષ્મી બેંકના સત્તાધીશો અને મેનેજરો દ્વારા પોતાના ફાયદા અને પોતાના ઘરો ભરવા કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા અને તેની અસર બેંકના ખાતેદારો પર થઈ.

ત્યારે તાજેતરમાં બેંકના મેનેજર અને 2 કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ. આ મામલો પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો અને બે લોકોની ધરપકડ પણ કરાઇ હતી. જો કે, બેંકનો મેનેજર સુરેશ પટેલ કે જેણે કરોડોનું ફૂલેકું ફેરવ્યુ તે હજી પોલીસ પકડથી દૂર છે. ત્યાં હવે RBI દ્વારા 13 તારીખે એટલે કે આજે બેંકની મુખ્ય બ્રાન્ચનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.

Shah Jina
error: Unable To Copy Protected Content!