ફ્લાઇંગ જડ્ડુ…હવામાં ઉડી રવિન્દ્ર જાડેજાએ ડાબા હાથે પકડ્યો કેચ, CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું રિએક્શન જોવાલાયક-જુઓ વીડિયો

ફ્લાઇંગ જડ્ડુ…હવામાં ઉડી રવિન્દ્ર જાડેજાએ ડાબા હાથે પકડ્યો કેચ, CSK કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું રિએક્શન જોવાલાયક

રવિન્દ્ર જાડેજાની ગણના વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. જેનું ઉદાહરણ તાજેતરમાં જ IPL 2024માં જોવા મળ્યું. રવીન્દ્ર જાડેજાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે શુક્રવારે મેચ રમી હતી. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો 8 વિકેટે પરાજય થયો હતો.

જો કે આ મેચમાં જાડેજાએ હૈરતઅંગેજ કારનામુ કર્યુ. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ હવામાં ઉડતા એક હાથે કેચ પકડ્યો અને આ કેચ લખનઉના કેપ્ટન કેએલ રાહુલનો હતો. 18મી ઓવરના પહેલા બોલ પર પથિરાના વિરૂદ્ધ રાહુલે કટ કર્યો, પોઈન્ટ પર ફિલ્ડીંગ કરી રહેલા જાડેજાએ હવામાં ઉડતા બોલને ડાબા હાથે કેચ કર્યો.

ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડના આ દરમિયાનના રિએક્શન જોવાલાયક હતા. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલ્યો હતો. આનો ફાયદો ઉઠાવીને રવિન્દ્ર જાડેજાએ ફિફ્ટી ફટકારી.

મિડલ ઓર્ડરમાં જાડેજાએ ચેન્નાઈના દાવને સંભાળ્યો અને ટીમને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ છ વિકેટે 176 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં લખનઉએ 19 ઓવરમાં બે વિકેટે 180 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Shah Jina