ખુબ જ શાનદાર છે રવિન્દ્ર જાડેજાનું ફાર્મ હાઉસ, ઘોડા પાળવાનો છે ખુબ જ શોખ, જુઓ તસવીરો

ગુજ્જુ ક્રિકેટર જાડેજાનો આવો ઠાઠ જોઈ કોઈને નહીં થાય વિશ્વાસ

ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાની રમતના કારણે તો જાણીતો છે જ પરંતુ તેના શાહી જીવન માટે પણ તે ચર્ચામાં રહે છે. જયારે કોરોના સંક્રમણના કારણે બધા જ કામકાજ બંધ થઇ ગયા હતા ત્યારે સામાન્ય માણસ સાથે સેલેબ્રિટીઓ પણ પોતાના ઘરમાં જ કેદ હતા. જયારે મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા હતા ત્યારે રવિન્દ્ર જાડેજા પરિવાર ઉપરાંત પોતાના શાહી ફાર્મ હાઉસમાં પણ સમય વિતાવતો જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

રવિન્દ્ર જાડેજાને ઘોડા ખુબ જ પસંદ છે. એટલા માટે જ તેને પોતાના ફાર્મ હાઉસ ઉપર એક જ નાનું સ્ટર્ડ ફાર્મ બનાવી રકહ્યું છે. જેમાં એકથી એક ચડિયાતી જાતિના ઘોડા છે. જ્યારે જયારે રવિન્દ્ર પોતાના ફાર્મ હાઉસ ઉપર હોય છે આ ઘોડાની દેખરેખ તે જાતે જ કરવાનું પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

તે પોતાના ફાર્મ હાઉસમાં પોતાના ઘોડા સાથેની તસવીરો પણ અવાર નવાર શેર કરતો રહે છે. જાડેજાના ફાર્મ હાઉસ ઉપર અડધો ડઝન ઘોડા રહેલા છે. તેને ઘોડા પાળવાનો ખુબ જ શોખ છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

તે પોતાના મિત્રો અને ચાહકો સાથે અવાર નવાર પોતાના ફાર્મ હાઉસ ઉપર આવે છે અને રજાઓમાં પણ તે પોતાનો મોટાભગનો સમય ફાર્મ હાઉસ ઉપર જ વિતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

જાડેજાના ફાર્મ હાઉસના મુખ્ય દરવાજા ઉપર “RJ”  લખવામાં આવ્યું છે. જેનો મતલબ રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા પણ કહી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

જાડેજાએ રીવાબા જાડેજા સાથે લગ્ન કર્યા છે. તે પોતાની પત્ની સાથે પણ આ ફાર્મ હાઉસમાં આવીને સમય વિતાવતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

રવિન્દ્ર જાડેજાને ઘોડે સવારની ખુબ જ શોખ છે, તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે ઘોડે સવારી કરતો નજર આવે છે.

આ ઉપરાંત જાડેજાને તલવાર બાજીનો પણ શોખ છે, ક્યારેક ક્રિકેટના મેદાનમાં પણ તે બેટને તલાવરની જેમ ફેરવતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravindra Jadeja (@ravindra.jadeja)

રવિન્દ્ર જાડેજાનું ફાર્મ હાઉસ ખુબ જ શાહી છે. તેમાં જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ જોવા મળે છે. જાડેજાને પણ આ ફાર્મર હાઉસ ઉપર સમય વિતાવવો ખુબ જ પસંદ છે.

 

Niraj Patel