‘લોકલ બસમાં મારી છેડતી થઇ, લોકોએ અડપલા કર્યા ને આગળ તો…’ ફિલ્મોની મોટી અભિનેત્રીએ કર્યો શોકિંગ ખુલાસો

રવિના ટંડન લાંબા સમય બાદ ફરી એકવાર ફિલ્મી પડદે પાછી ફરી છે. તાજેતરમાં રિલીઝ થયેલી OTT વેબ સિરીઝ Aranyakને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને પ્રશંસા પણ કરવામાં આવી. રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફિલ્મ અપડેટ્સની સાથે તે ઘણીવાર સામાજિક મુદ્દાઓ પર પણ પોતાનો અભિપ્રાય આપતી જોવા મળે છે. ફરી એક વાર રવિના ટંડન પોતાની જાણીતી સ્ટાઈલમાં જોવા મળી. તેણે તેના કિશોરાવસ્થાના સંઘર્ષમય દિવસોનો ઉલ્લેખ કર્યો, જ્યારે તે લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરતી હતી.

રવીનાએ જણાવ્યું કે આ સમય દરમિયાન તે ઘણા અજાણ્યા લોકો દ્વારા છેડતીનો શિકાર બની હતી. રવિનાએ આ આખી વાત ‘આરે મેટ્રો 3 કારશેડ’ પ્રોજેક્ટના મુદ્દે કહી હતી. તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મેટ્રો 3 કાર શેડને આરેના જંગલોમાં ખસેડવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રના લોકો દ્વારા પણ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે રવીનાએ આ અંગે પ્રતિક્રિયા આપી તો લોકોએ મધ્યમ વર્ગના સંઘર્ષ અંગેની તેની સમજ પર સવાલ ઉઠાવ્યા.

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે રવિના અને દિયા મિર્ઝાને ટેગ કરીને પૂછ્યું કે શું ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગના મુંબઈકરોના સંઘર્ષને જાણે છે ? આના જવાબમાં અભિનેત્રીએ કિશોરાવસ્થામાં મુંબઈની લોકલમાં મુસાફરી કરવાનો પીડાદાયક અનુભવ શેર કર્યો. રવિનાએ જણાવ્યું કે લોકલ ટ્રેન અને બસમાં મુસાફરી કરતી વખતે પણ તેની સાથે છેડતી કરવામાં આવી હતી. તેમની સાથે એવું બધું થયું જે અન્ય મહિલાઓને સહન કરવું પડે છે. રવીનાએ જણાવ્યું કે તેણે પોતાની પહેલી કાર 1992માં લીધી હતી.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર બોલતા રવીનાએ કહ્યું કે, ‘વિકાસ આવકાર્ય છે, આપણે જવાબદાર બનવું જોઈએ, માત્ર એક પ્રોજેક્ટ નહીં, પરંતુ વન્યજીવોને રક્ષણ પૂરું પાડવું જરૂરી છે. આપણે જે જંગલો કાપી રહ્યા છીએ તેના માટે આપણે જવાબદાર બનવું પડશે.’ તેણે તેના આગામી ટ્વીટમાં કહ્યું, ‘દરેક વ્યક્તિનું જીવન ગુલાબની પથારી નથી. દરેકે ક્યાંક પહોંચવા માટે સંઘર્ષ કર્યો છે. મેં કામ શરૂ કરતા પહેલા નિષ્ફળતા જોઈ છે. મને ખાતરી છે કે તમારી પાસે ઘર છે, કાર પણ છે.

જે દિવસે ગરમીના મોજાં, પૂર, કુદરતી આફતો આવે છે ત્યારે તેની સૌથી પહેલા સામાન્ય માણસને અસર થશે. ચુનંદા લોકો પહેલા તેમના સ્વિસ ચેલેટ્સમાં દોડશે.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ક્યારેક રાજકીય ઉથલપાથલના કારણે તો ક્યારેક ત્યાં ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટને લઈને. તાજેતરમાં મહારાષ્ટ્રને એકનાથ શિંદેના રૂપમાં નવા મુખ્યમંત્રી મળ્યા છે. શિંદેના સીએમ બનતાની સાથે જ એક મુદ્દો ફરી સામે આવ્યો છે અને આ મુદ્દો છે ‘આરે મેટ્રો 3 કારશેડ’.

તેને બનાવવા માટે આરેના જંગલને કાપવું પડશે, જેની સામે સામાન્ય લોકો અને રાજકારણીઓ જ નહીં, પણ સિને સ્ટાર્સ પણ આગળ આવી રહ્યા છે. અભિનેત્રી રવિના ટંડન પણ તેમાંથી એક છે. રવિના ટંડન પ્રકૃતિ પ્રેમી છે. તે હંમેશા પર્યાવરણ માટે પોતાનો અવાજ ઉઠાવતી જોવા મળે છે. તે ઈચ્છે છે કે ‘મેટ્રો 3 કાર શેડ’ના કારણે જંગલોને નુકસાન ન થાય.

Shah Jina