એક બેસહારા અને અબોલા દિવ્યાંગને રતન ટાટાએ અપાવ્યું ઘર, શેર કરી ખુબ જ ભાવુક કરી દેનારી તસવીર, તમે પણ જુઓ

દેશના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને સમાજસેવી રતન ટાટાની દેશ સેવાના કિસ્સાઓ તો જગ જાહેર છે. તે હંમેશા લોકો માટે ઉપયોગી બને છે અને હંમેશા એવા કર્યો કરે છે, જે લોકોનું દિલ પણ જીતી લે છે. હાલમાં જ રતન ટાટાએ જે કામ કર્યું છે, તે સાંભળીને તમારા દિલમાં પણ રતન ટાટા માટે સન્માન ચોક્કસ વધી જશે.

રતન ટાટાએ એક અબોલા દિવ્યાંગ અને બેસહારાને ઘર આપવામાં મદદ કરી છે. આ મદદ હૃદયને સ્પર્શી જનારી છે અને આ એક અબોલું કૂતરું છે. જે લકવાગ્રસ્ત છે. આ કૂતરાનું નામ સ્પ્રાઇટ છે. રતન ટાટાએ ડિસેમ્બર 2020માં આ આવારા કૂતરાને ઘર આપવા માટે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી હતી. હાલમાં જ તેમને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી જણાવ્યું છે કે સ્પ્રાઇટને ઘર મળી ગયું છે.

રતન ટાટાએ ડિસેમ્બર 2020માં ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરીને સ્પ્રાઇટને દત્તક લેવાની લોકોને અપીલ કરી હતી. તેમને 12 ડિસેમ્બરના રોજ કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું, “તમે પહેલા બે વાર ઉદારતા પૂર્વક અને સફળતાપૂર્વક મારી મદદ કરી છે અને તેના માટે હું આભારી છું. હું ફરી એકવાર સ્પ્રાઇટ માટે એક સારો પરિવાર શોધવાની મદદ કરવા અનુરોધ કરી રહ્યો છું. જે બહુ જ બધું સહન કરી ચુક્યો છે અને એક દુર્ઘટના બાદ તેનો પાછળનો પગ લકવા ગ્રસ્ત થઇ ગયો છે.”

હાલમાં જ રતન ટાટાએ ત્રણ ઇન્સ્ટા સ્ટોરી પોસ્ટ કરી છે. જેમાં જેમાં તેમને જણાવ્યું છે કે સ્પ્રાઇટને એક દયાળુ વ્યક્તિએ દત્તક લઇ લીધો છે. તેમને સ્પ્રાઇટનો એક વીડિયો શેર કરવાની સાથે પોતાની પહેલી સ્ટોરીમાં લખ્યું છે, “જો તમે સ્પ્રાઇટ યાદ છે, લકવાગ્રસ્ત કૂતરું જેને ઘરની જરૂર હતી ?” તેના બાદ તેમને એનિમલ ગોર્જીયસ મુંબઈ અને એનિમલ રેસ્ક્યૂઅર કાવેરી ભારદ્વાજને સ્પ્રાઇટને ઘર અપાવવા માટે કરેલા પ્રયત્નોનો આભાર વ્યક્ત કર્યો છે. છેલ્લી સ્ટોરીમાં તેમને સ્પ્રાઇટ માટે તૈયાર ઘરની એક તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ratan Tata (@ratantata)

સ્પ્રાઇટને ઘર આપીને રતન ટાટાએ ફરીવાર લોકોનું દિલ જીતી લીધું છે. રતન ટાટા દ્વારા દિવ્યાંગ કૂતરાને કરવામાં આવેલી આ મદદની લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel