રણવીર સિંહે કર્યો ધડાકો, કહ્યું કે વેનિટી વેનમાં થઇ ચૂક્યો છે ઇંટીમેટ, કરણ જોહર બોલ્યો- આ કેવી રીતે થયુ ? મેં ક્યારેય ટ્રાય નથી કર્યુ
ફિલ્મ નિર્માતા કરણ જોહર તેના સુપરહિટ ટોક શો કોફી વિથ કરણની નવી સીઝન સાથે પાછો ફર્યો છે. આ શોની આ સાતમી સિઝન છે. આ શોમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આ સિઝનના પહેલા ગેસ્ટ હતા. આલિયા અને રણવીરની ફિલ્મ “રોકી ઔર રાની કી પ્રેમ કહાની” આવી રહી છે. જો કે આ જોડીએ ફિલ્મ ‘ગલી બોય’માં જોરદાર ધૂમ મચાવી હતી. પરંતુ હાલમાં આ જોડી તેની ફિલ્મને લઇને પણ કરણના રિયાલિટી શોમાં પોતાના અંગત જીવન વિશે કરેલા ચોંકાવનારા ખુલાસા વિશે ચર્ચામાં છે. કોફી વિથ કરણ સીઝન 7ના પ્રથમ એપિસોડમાં રણવીર સિંહે પોતાનો શાનદાર અને જક્કાસ સ્વેગ બતાવ્યો હતો.
રણવીરે પોતાના બેબાક જવાબોથી ચાહકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડ્યો ન હતો. પછી તે હનીમૂનનું રહસ્ય હોય, કે પછી પ્લે લિસ્ટનું, કે પછી વેનિટી વેનમાં ફિઝિકલ બનવું હોય. રણવીર સિંહે આ શોના પહેલા એપિસોડમાં ઘણા રહસ્યો ઉજાગર કર્યા બતા, જેના વિશે સેલેબ્સ વાત કરવાનું ટાળે છે. રણવીરે કબૂલ્યું હતું કે તેણે શૂટિંગ દરમિયાન વેનિટી વેનમાં ફિઝિકલ રિલેશન બાંધ્યા હતા. રણવીરનું આ રહસ્ય જાણીને કરણ જોહર ચોંકી ગયો હતો. તેણે તરત જ રણવીરને પૂછ્યું, આ કેવી રીતે થયું ? શું તને ડર ન લાગ્યો કે કોઇ વેનિટી વેનમાં આવી જશે. હું સિક્યોરિટીની વાત કરુ છું.
ત્યારે આલિયાએ કહ્યું કે દરવાજો અંદરથી બંધ હતો. ત્યારે રણવીરે કહ્યું – આવું કરવામાં રિસ્ક હોય છે, પરંતુ એક્સાઇટેડ હોય છે. રણવીરનો જવાબ સાંભળીને કરણ જોહરે કહ્યું – લવલી, મેં ક્યારેય ટ્રાય નથી કર્યો. હવે રણવીર સિંહનો આ જવાબ ખરેખર બોલ્ડ હતો. પરંતુ રણવીર રણવીર છે, તે બેખોફ છે, તે લોકો શું કહે છે કે શું વિચારે છે તેની પરવા નથી કરતો. રેપિડ ફાયર રાઉન્ડમાં, રણવીર સિંહ અને આલિયા ભટ્ટ બંને તેમના બેડરૂમના રહસ્યો અને સુહાગરાત વિશે વાત કરતા જોવા મળ્યા હતા.
શોમાં રણબીર સિંહે ખુલાસો કર્યો હતો કે તેણે સુહાગરાત પર દીપિકા સાથે સંબંધ બાંધ્યો હતો. રણવીરે કબૂલ્યું હતું કે તેણે તેની સુહાગરાત પર કર્યું હતું. તેની પાસે વિવિધ પ્રકારના માટે અલગ-અલગ પ્લે લિસ્ટ છે. આ દરમિયાન કરણ જોહરે પૂછ્યું કે શું તે લગ્નની તમામ વિધિઓ પછી થાકતો નથી, તો તેણે માથું હલાવીને કહ્યું, ‘ના, હું ખૂબ જ વ્યસ્ત હતો.’ જ્યારે કરણ જોહર રણવીર સિંહ સાથે રેપિડ ફાયર રાઉન્ડ કરી રહ્યો હતો ત્યારે તેણે દીપિકા પાદુકોણ સાથેની ‘સુહાગરાત’ વિશે એક સવાલ પૂછ્યો.
રણવીર સિંહે કહ્યું, “હું મારી સુહાગરાત પર ખૂબ જ એનર્જેટિક હતો. ત્યાં ઘણું ટર્ન ઓન થયુ હતુ. આ સાથે મારી પાસે પ્લેલિસ્ટ પણ છે, જે હું વારંવાર વગાડું છું. તેમાં કેટલાક સૂફી અને ક્લાસિકલ ગીતો છે.” રણવીર સિંહે પણ આ લિસ્ટમાંથી કેટલીક ધૂન ગાયી છે, જેને સાંભળીને કરણ જોહર અને આલિયા ભટ્ટ હસવાનું રોકી શક્યા ન હતા.’કોફી વિથ કરણ’ની છ સીઝન ઘણી સફળ રહી છે. કરણ જોહરને આશા છે કે તેનો પહેલો મહેમાન તેના માટે લકી રહેશે અને આવનારા તમામ એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાના છે.