હાલ સોશિયલ મીડિયામાં લતા મંગેશકરના અવાજ સાથે તુલના થનરી રાનુ મંડલ આજે કોઈ પહેચાનની મોહતાજ નથી રહી. રાનુના 2 મિનિટના વીડિયાએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. રાનુને મોટી-મોટી ઓફર્સ પણ મળવા લાગી છે.
આ વચ્ચે રાનુ મંડલ સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે. રેલવે સ્ટેશન પર ગીત ગાવાવાળી આ મહિલાનો વિડીયો વાયરલ થયા બાદ તેના અંગત લોકોએ પણ તેનો સાથ આપ્યો છે.
એક રિપોર્ટ અનુસાર,રાનુ અને તેની પુત્રીને છેલ્લા 10 વર્ષથી કોઈ સંપર્ક ન હતો. પરંતુ માતા-પુત્રીના મિલન માટે આ વિડીયો મદદરૂપ બન્યો હતો. રાનુનો આ વિડીયો વાયરલ થયા બાદ તેની પુત્રીએ ઘરે આવીને તેની મુલાકાત કરી હતી. પુત્રી સાથે મિલાપ થતા રાનુની ખુશીનો પર રહ્યો ના હતો. રાનુએ કહ્યું હતું કે, આ મારી બીજી જિંદગી છે. હવે આને હું સુંદર બનાવવાની કોશિશ કરીશ.
રાનુનો વિડીયો વાયરલ થયા બાદ રાનુને મોટીમોટી ઓફર્સ મળવા લાગી છે. રાનુંને બાંગ્લાદેશ, કેરળ અને મુંબઈથી ઓફર મળી છે. રાનુના રેલવે સ્ટેશન પરગીત ગાતા વીડિયોએ તેને સ્ટાર બનાવી દીધી છે. રાનુનો આ વિડીયો અત્યાર સુધી લાખો લોકોએ જોઈ લીધો છે.
View this post on Instagram
#ranumondal recorded her first song with Himesh Reshammiya. @realhimesh @ranumondal_teem
રાનુ મંડલે નાની ઉંમરમાં જ માતાને ખોઈ દીધી હતા. તેના આંટીએ જ તેનો ઉછેર કર્યો હતો. રાનુ તેના ગુજારા માટે રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનમાં ગીત ગાતી હતી.
થોડા દિવસ પહેલા રાનુએ મેકઓવર પર કરાવ્યું હતું. સોશિયલ મીડિયામાં રાનુના મેકઓવરના તસ્વીર ચર્ચાનો વિષય બન્યો હતો.