ગાંધીનગરના રાંદેસણમાં પરણિતાએ લગ્ન જીવનના 3 મહિનામાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ, મોટી બહેનને પંખાએ લટકેલી જોઈ ચીસ પાડી

ગાંધીનગરમાં લગ્ન બાદ 3 મહિનામાં જ પરણિતાએ કરી આત્મહત્યા, જિદ્દી સ્વભાવની પત્નીને આ ગમતું ન હતું , જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો અભ્યાસને કારણે તો ઘણા માનસિક ત્રાસને કારણે તો ઘણા સાસરિયા કે પતિ અથવા તો ઘણા પત્નીને કારણે આવું આત્મઘાતી પગલુ ભરતા હોય છે. ત્યારે ગાંધીનગરના રાંદેસણમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પરિણીતાએ લગ્ન જીવનના ત્રણ મહિનામાં જ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ કે, ટૂંકા લગ્ન ગાળા દરમ્યાન પતિ દરરોજ મોડી રાત સુધી ઘરે પરત ફરતો ન હતો અને તેને કારણે બંને વચ્ચે માથાકૂટ થતી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

લગભગ એકાદ મહિના પહેલા પણ ઝઘડો થયો હતો જેને કારણે પરણિતાએ તેના પતિને આપઘાત કરી લેવાની ચીમકી પણ આપી હતી. ઘટનાની વિગત જણાવીએ તો, મૂળ દહેગામ વાસણા રાઠોડ ગામના રાજેન્દ્રસિંહ બીહોલાની બે દીકરીઓના લગ્ન 4 ફેબ્રુઆરી 2022ના રોજ રાંદેસણના કરણસિંહ વાઘેલાના બે દીકરાઓ સાથે એક જ માંડવે થયા હતા. બે બહેનોમાંથી મોટી કામિનીબા ઉર્ફે કોમલના લગ્ન મયુરસિંહ જોડે થયા હતા. લગ્ન બાદ બંને બહેનો સાસરીમાં રહેતી હતી. જેમાં કામિનીબાનો પતિ મયુરસિંહ કુડાસણ ખાતે બુલેટ મોડિફિકેશનનો વ્યવસાય કરે છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

નવા લગ્ન થયેલા હોવા છત્તાં પણ મયુરસિંહ લગભગ દરરોજ મોડી રાત સુધી ઘરે આવતો ન હતો, તેને કારણે થોડો જિદ્દી સ્વભાવની કામિનીબાને આ ગમતુ ન હતુ. આ વાતને કારણે બંને વચ્ચે નાની મોટી બોલાચાલી થતી રહેતી હતી. ત્યારે આ જ મુદ્દે લગભગ એકાદ મહિના પહેલા પણ બંને વચ્ચે માથાકૂટ થઇ હતી અને આ દરમિયાન કામિનીબાએ આપઘાત કરી લેવાની ચીમકી પણ પતિ મયુરસિંહને આપી હતી. ત્યારે મયુરસિંહે એવું કહ્યુ હતુ કે, તુ આવું કઈ કરતી નહીં હું ફસાઈ જઈશ.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે દસેક દિવસ પહેલા જયારે રાત્રે મયુરસિંહ ફરી મોડી રાત્રે ઘરે આવ્યો ત્યારે જમ્યા બાદ તે ડ્રોઇંગ રૂમમાં લેપટોપ લઈને કામ કરી રહ્યો હતો અને બીજી બાજુ કામિનીબા રૂમમાં એકલી સૂઇ ગઈ હતી. ત્યારે મયુરસિંહ રૂમમાં કૂલર ચાલુ હોવાથી સોફા ઉપર જ સૂઇ ગયો હતો. સવારે ચા નાસ્તો કર્યા પછી કામિનીબાની નાની બહેન જયારે રૂમમાં ગઈ તો તેણે તેની બહેનને લટકેલી હાલતમાં જોઇ હતી, જે બાદ તેણે ચીસ પાડી અને પરિવારજનો પણ તેની ચીસ સાંભળી દોડી આવ્યા હતા.આ મામલે ઇન્ફોસિટી પોલિસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, મૃતકના પિતાએ જમાઈ મયુરસિંહ પર શારીરિક અને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ બાદ પોલિસે દહેજ પ્રતિબંધક ધારા તેમજ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. હાલ તો એવું પણ સામે આવ્યુ છે કે, મયૂરસિંહ તેની પ્રેમિકા સાથે કલાકો સુધી વાતો કરતો અને આ બાબતે કામિનીબાએ તેના પિતાને પણ વાત કરી હતી. મયુરલિંહે કામિનીબાને ધાબા પરથી ફેંકી દેવાની પણ ધાક ધમકી પણ આપી હતી અને તે દહેજ પણ માંગતો હતો.

representative image

ત્યારે પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે, કામિનીની નાની બહેન જાનકીબાને મયૂરસિંહના નાના ભાઇ હાર્દિકસિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો. જેનાં કારણે પણ કામિનીનાં લગ્ન મયુર જોડે કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં મૃતકના પતિ મયુરસિંહની ધરપકડ કરી તેને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે મૃતકના પિતાએ કરેલા આક્ષેપોની તપાસ અર્થે ઘરની તલાસી પણ લીધી હતી. પરિણીતાની લાશ જે રૂમમાંથી મળી એના દરવાજા પણ ખુલ્લા હતા. આથી એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ત્યારે હવે કામિની અને મયુરે બનાવના દિવસે કોની કોની સાથે વાત કરી હતી તે પણ જાણવા બંનેના મોબાઇલની કોલ ડિટેઇલ્સ મંગાવવામાં આવી છે.

Shah Jina