સરબજીત સિંહની બહેનના પાર્થિવ શરીરને ખભો આપવા પહોંચ્યો મોટો સેલિબ્રિટી, નમ આંખોથી અભિનેતાએ આપી દલબીર કૌરને મુખાગ્નિ
પાકની કોટ કલાખપત જેલમાં શહીદ થયેલા બલિદાની સરબજીત સિંહની બહેન દલબીર કૌર હવે આપણી વચ્ચે રહ્યા નથી. હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થઇ ગયુ છે. તેમણે શનિવારે રાત્રે અમૃતસરની એક હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર રવિવારના રોજ ભિખીવિંડમાં કરવામાં આવ્યા દલબીર કૌરના નિધનની ખબર સાંભળતા જ બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા તેમના અંતિમ સંસ્કાર માટે મુંબઇ નીકળી ગયા હતા. વર્ષ 2016માં ડાયરેક્ટર ઓમંગ કુમારે સરબજીતના જીવન પર બનાવેલી ફિલ્મમાં રણદીપ હુડ્ડાએ સરબજીતનું પાત્ર નિભાવ્યુ હતુ.
ફિલ્મમાં અભિનયથી પ્રભાવિત દલબીર કૌરે પોતાના ભાઇ સરબજીતને રણદીપ હુડ્ડામાં દેખ્યો હતો. રણદીપ અને દલબીર કૌર બંનેએ એકસાથે એક સારુ બોન્ડ શેર કર્યુ. ભાઈ-બહેનનો આ સંબંધ એટલો પવિત્ર હતો કે દલબીરે રણદીપને તેના નિધન બાદ ખભો આપવાનું કહ્યુ હતુ. રવિવારે અંતિમ સંસ્કારમાં સામેલ થયેલા અભિનેતાએ તેમનું વચન પાળ્યુ. રણદીપ હુડ્ડાએ દલબીર કૌરને ન માત્ર ખભો આપ્યો પરંતુ મુખાગ્નિ પણ આપી.વર્ષ 2016માં સરબજીતના જીવન પર બનાવવામાં આવેલી ફિલ્મમાં રણદીપ હુડ્ડા સાથે ઐશ્વર્યા રાય બચ્ચન પણ હતી જે તેની બહેન દલબીર કૌરના રોલમાં જોવા મળી હતી.
રિચા ચઢ્ઢા અને દર્શન કુમાર જેવા કલાકારોએ પણ ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ વિશે ઘણી ચર્ચા પણ થઈ હતી અને સરબજીત તરીકે રણદીપની કાસ્ટિંગની પણ પ્રશંસા થઈ હતી. ફિલ્મ સરબજીતએ પણ બોક્સ ઓફિસ પર અજાયબીઓ કરી હતી. સરબજીત પંજાબના ભીખીવિંડનો રહેવાસી હતો. તે વ્યવસાયે ખેડૂત હતો. સરબજીત સિંહ દારૂના નશામાં એક રાતે ભારતની સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચી ગયો હતો. અહીં તેને પોલીસે પકડી લીધો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો.
View this post on Instagram
પોલીસે પાકિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટોના આરોપીનો કરાર આપતા સરબજીતને ભારતનો જાસૂસ છે અને તે મનજીત સિંહ તરીકે પાકિસ્તાનથી ભારત આવ્યો હતો તેમ જણાવી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સરબજીતને ફાંસીની સજા ફટકારી હતી. આ વાતની જાણ થતાં જ તેની બહેન દલબીર કૌરે ભારતમાં રહેતા સરબજીતને નિર્દોષ સાબિત કરવા માટે કાનૂની લડાઈ લડી હતી. સરબજીત સિંહની મુક્તિ માટે રાષ્ટ્રીય સ્તરે કાનૂની લડાઈ લડતી વખતે દલબીર કૌરને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સરબજીતે 22 વર્ષ પાકિસ્તાનની જેલમાં વિતાવ્યા હતા. 2013માં સરબજીત પર જેલમાં જ હુમલો થયો હતો, જે બાદ તેનું મોત થયું હતું.