કરીના કપૂરના નાના દીકરા જેહની બર્થ ડે પાર્ટમાં બ્લૂ ફ્રોક અને બે ચોટીમાં પપ્પા રણબીર સાથે પહોંચી રાહા, જોવા મળ્યો ક્યુટ અંદાજ

જેહ બાબાની બર્થ ડે પાર્ટમાં બ્લૂ ફ્રોક અને બે ચોટીમાં પહોંચી બેબી રાહા, પપ્પા રણબીર કપૂરના ખોળામાં ક્યુટ અંદાજમાં આવી નજર

જેહ ભાઇની બર્થ ડે પાર્ટીમાં પહોંચી રાહા કપૂર, પપ્પા રણબીર કપૂર સાથે કર્યુ ટ્વિનિંગ- જુઓ ક્યુટ ક્યુટ તસવીરો

કરીના કપૂર અને સૈફ અલી ખાનનો નાનો દીકરો જેહ ત્રણ વર્ષનો થઈ ગયો છે. ત્યારે કપલે જેહ માટે એક ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યુ હતુ. આ પાર્ટીમાં ઘણા સેલેબ્સ તેમના બાળકો સાથે પહોંચ્યા હતા. જો કે, આ પાર્ટીની આખી લાઇમલાઇટ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડલી રાહા લૂંટી ગઇ.

ફરી એકવાર ચાહકોને રાહા કપૂરની ઝલક જોવા મળી.રાહા તેના પિતા રણબીર કપૂર સાથે જેહની બર્થ ડે પાર્ટીમાં પહોંચી હતી. એક્ટરે તેની દીકરી સાથે ટ્વિનિંગ કર્યુ હતુ. રણબીર બ્લૂ શર્ટ અને બેજ પેન્ટમાં જ્યારે રાહા બ્લૂ ફ્રોક અને બે ચોટીમાં જોવા મળી હતી. રણબીર અને રાહાની તસવીરો ઈન્ટરનેટ પર સામે આવતા જ વાયરલ થઈ ગઇ.

રાહાની તસવીરોએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી.રણબીર અને આલિયાની દીકરીની ક્યૂટનેસ જોઈને લોકો પણ હેરાન રહી ગયા હતા. રણબીર અને રાહા સાથે જેહની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં આલિયા નહોતી જોવા મળી.

જેહ બાબાના જન્મદિવસ પર બોલિવૂડના મોટા સ્ટાર્સ તેમના બાળકો સાથે પહોંચ્યા હતા પણ આ દરમિયાન બધાની નજર બેબી રાહા પર જ અટકેલી હતી. રાહાની માસૂમિયતે ચાહકોનું દિલ જીતી લીધું હતું.રણબીર તેની બહેન રિધિમાની દીકરી સમારા સાથે પાર્ટીમાં પહોંચ્યો હતો.

જણાવી દઈએ કે રણબીર કપૂરે પહેલીવાર ક્રિસમસ પર ચાહકોને રાહાની ઝલક બતાવી હતી. તે સમયે પણ રાહા તેના પિતાના ખોળામાં જોવા મળી હતી. આ દરમિયાન પણ રાહાને જોઇ સૌ કોઇ હેરાન રહી ગયુ હતુ. રાહા મીડિયા સામે એકદમ આરામદાયક મૂડમાં જોવા મળી હતી. રાહાની ક્યુટનેસ જોઇ બધાની નજર તેના પર જ અટકી ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જેહની બર્થ ડે પાર્ટીની વાત કરીએ તો, સોનમ કપૂર તેના પુત્ર વાયુ સાથે પાર્ટીમાં પહોંચી હતી. આ ઉપરાંત સોહા અલી ખાન, સબા અલી ખાન, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, નેહા ધૂપિયા સહિત અનેક સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર જેહને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina
error: Unable To Copy Protected Content!