બોલીવુડના દિગ્ગજ સેલિબ્રિટી આલિયા-રણબીરે કિસ કરતા દેખાયા, લગ્ન પછીની જોરદાર તસવીરો વાયરલ

લગભગ 4 વર્ષના અફેર પછી રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે મેરેજ કરી લીધા છે. બૉલીવુડ સેલિબ્રિટી રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. તમને જણાવી દઈએ કે આ મેરેજમાં માત્ર 50 મહેમાનો હાજર રહ્યા હતા.

લગ્નમાં કપૂર-ભટ્ટ પરિવાર ઉપરાંત આકાંક્ષા રંજન, આકાશ-શ્લોકા અંબાણી, કરન જોહર, લવ રંજન, અયાન મુખર્જી હાજર રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટર રણબીર કપૂર તથા એક્ટ્રેસ આલિયા ભટ્ટે ફેશન ડિઝાઇનર સબ્યસાચીના આઉટફિટ પહેર્યા હતા. દુલ્હન તરીકે અભિનેત્રી ખુબ જ સુંદર લાગતી હતી.

આલિયા-રણબીરે ઓફ વ્હાઇટ રંગના આઉટફિટ પહેર્યાં હતાં અને રણબીર ક્રિમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો. પરિવાર અને દોસ્તોની હાજરીમાં બંનેએ લગ્ન કાર્ય છે. કરીના કપૂર, કરિશ્મા કપૂર, પૂજા ભટ્ટ, આકાશ અંબાણીથી લઈને ઘણા સેલેબ્સ આ લગ્નમાં સામેલ થયા હતા. આ વેડિંગ ફંક્શનમાં કપૂર અને ભટ્ટ પરિવાર ખુશીમાં છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન સંપન્ન થતાં જ લગ્ન સમારોહના અંદરના ફોટા આવવા લાગ્યા છે. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ તસવીર શેર કરી છે. જેમાં કરણ જોહર કરીના કપૂર, કરિશ્મા કપૂર સાથે જોવા મળે છે.

કરીના અને કરિશ્મા સાડીમાં સુંદર લાગી રહી છે. બીજી બાજુ જોઈએ તો અત્યારે આલિયા અને રણબીરના રિસેપ્શન વિશે કોઈ માહિતી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે જેમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો હાજર રહેશે. પરંતુ તે ક્યારે થશે તે અંગે કોઈ અપડેટ નથી.

YC