સોશિયલ મીડિયા પર છવાઇ રણબીર-આલિયાની દીકરી રાહા, અનંત-રાધિકાના પ્રી વેડિંગ બાદ પપ્પાના ખોળામાં મળી જોવા, અજબ એક્સપ્રેશને જીત્યુ દિલ-જુઓ વીડિયો

અંબાણીની પાર્ટીમાં પપ્પા રણબીર કપૂરના ખોળામાં ક્યુટ રાહા કપૂર, બે ચોટી અને માસૂમિયતે જીત્યુ લોકોનું દિલ – જુઓ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની 3 દિવસની પ્રી-વેડિંગ પાર્ટી પૂરી થઈ ગઈ છે, ત્યારબાદ તમામ મહેમાનો અને સ્ટાર્સે પોતપોતાના ઘરે પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના જામનગરથી પરત ફરતા સ્ટાર્સની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરે લાઈમલાઈટ લૂંટી લીધી છે.

અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન સમાપ્ત થઈ ગયું છે, જે ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપ્યા બાદ રાહા કપૂર પણ તેની મમ્મી આલિયા ભટ્ટ અને પપ્પા રણબીર કપૂર સાથે મુંબઈ પરત ફરી છે.

આ દરમિયાનની રાહાની ઘણી તસવીરો સામે આવી છે, જેમાં તેની ક્યૂટનેસ જોતા જ બની રહી છે. તસવીરોમાં રાહા તેના પિતાના ખોળામાં જોવા મળી રહી છે. રાહાએ વ્હાઇટ પટ્ટાવાળુ બ્લૂ ફ્રોક અને પગમાં શૂઝ પહેર્યા છે. રાહાના વાળમાં બે સુંદર પોનીટેલમાં કરવામાં આવી છે.

આ તસવીરોમાં રાહાના એક્સપ્રેશન નિર્દોષતાથી ભરપૂર છે, જેના પર ચાહકો પ્રેમમાં પડી રહ્યાં છે. રાહા મીડિયાને જોતા જ અલગ-અલગ એક્સપ્રેશન આપતી જોવા મળી હતી. લોકોને તેની સ્માઈલ અને તેના ક્યૂટ-ફની એક્સપ્રેશન્સ ખૂબ પસંદ આવ્યા.

રાહાના આ એક્સપ્રેશનના કેટલાક લોકો તેના ભાઈ અને કરીના કપૂરના નાના દીકરા જેહ સાથે કમ્પેર કરતા જોવા મળ્યા. ઘણા ચાહકો તેની રાહાની સુંદરતા અને ક્યુટનેસના વખાણ કરતાં થાકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એક વર્ષ સુધી તેમની દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો અને અચાનક જ ગત વર્ષે 25 ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના અવસર પર પહેલીવાર તેઓએ દીકરીનો ચહેરો લોકો સામે બતાવ્યો. રાહાને પહેલીવાર જોઇને બધા હેરાન રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina