શું ખરેખર આલિયા અને રણબીરે કરી લીધા છે લગ્ન ? લગ્નની તસવીર સામે આવતા ચાહકો પણ ચોંકી ઉઠ્યા – જાણો હકીકત

બોલિવુડના ક્યુટ અને લોકપ્રિય કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના સમાચારોને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ 17 એપ્રિલે આરકે હાઉસમાં લગ્ન કરશે. તેમના પ્રી-વેડિંગ ફંક્શન 14 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી, કપલે આ અહેવાલો પર સત્તાવાર રીતે મહોર મારી નથી, પરંતુ રણબીર અને આલિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે જોઇને લાગી રહ્યુ છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. તો આવો જાણીએ આ કપલની તસવીર પાછળનું સત્ય શું છે. રણબીર અને આલિયાના લગ્નને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

ફેન્સે ફોટોશોપ દ્વારા સોશિયલ મીડિયા પર દુલ્હા અને દુલ્હન તરીકે બંનેની તસવીરો અપલોડ કરી છે. આ સિવાય ઘણા યુઝર્સ બંનેના લગ્ન વિશે મીમ્સ પણ બનાવી રહ્યા છે. હાલમાં જ નેટફ્લિક્સે રણબીર અને આલિયાના લગ્નનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં આલિયા રણબીરની આતુરતાથી રાહ જોતી બતાવવામાં આવી છે. જો કે આ મીમ બંનેની સુપરહિટ ફિલ્મોમાંથી લેવામાં આવી છે અને તેને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. નેટફ્લિક્સ ઈન્ડિયા દ્વારા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ મીમ ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘યે જવાની હૈ દીવાની’માંથી લેવામાં આવ્યો છે.

આમાં આલિયા ભટ્ટ લાલ લહેંગામાં જ્યારે રણબીર કપૂર વાદળી કુર્તા અને પાયજામામાં જોવા મળી શકે છે. વિડિયોમાં આલિયાએ રડતાં રડતાં કહ્યું, “આપણે ક્યારના રાહ જોઈ રહ્યા છીએ.” આ મીમને શેર કરતાં નેટફ્લિક્સે લખ્યું, “આ બંને વાસ્તવિક જીવનમાં ખૂબ જ સારા કપલ બનશે.” તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં શાહરૂખ ખાન, કરણ જોહર, આદિત્ય ચોપરા, અનુષ્કા રંજન સહિત ઘણા સેલેબ્સ હાજરી આપશે. લગ્ન પછી, કપલ આ મહિનાના અંતમાં લગ્નનું રિસેપ્શન પણ યોજશે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

બંનેના લગ્નના દિવસે KGF ચેપ્ટર 2 રિલીઝ થઈ રહી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું- રણબીર-આલિયાને લગ્નની બીજી તારીખ શોધવાની જરૂર છે… કારણ કે તે દિવસે યશની ફિલ્મ KGF 2 રિલીઝ થવા જઈ રહી છે… તો તેની ચર્ચા થશે. રણબીર અને આલિયા તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પર મળ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ચાર વર્ષથી ડેટ કરી રહ્યાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે જોવા મળ્યા હતા.

Shah Jina