….તો રાજાને દંડ કરો : રામદેવનો વધુ એક બફાટ, આ નિવેદન જાણીને ડોક્ટર અને માં-બાપને ખોટું લાગી જશે

પતંજલિ આયુર્વેદના સંસ્થાપક યોગ ગુરુ બાબા રામદેવ હાલ તો ચર્ચામાં છે. એલોપૈથી પર વિવાદાસ્પદ નિવેદ આપી IMA ઇંડિયન મેડિકલ એસોશિયન સાથે જંગમાં ઉલજેલા રામદેવની વધુ એક કથિત ટિપ્પણીએ રાજનૈતિક જગતમાં હલચલ પેદા કરી દીધી છે. રામદેવે કહ્યુ કે જે રાષ્ટ્ર તેના નાગરિકોને સ્વસ્થ ના બનાવે તે રાષ્ટ્રના રાજાને સજા મળવી જોઇએ.

ગુરુગ્રામ યોગ શિબિરમાં તેમણે કહ્યુ કે, આ દેશમાં એવો કાનૂન બનાવવો જોઇએ, જેમાં બીમાર પડવા પર તેના માટે જવાબદાર વ્યક્તિને સજા મળે. જો કોઇ ઘરમાં કોઇ બાળક બીમાર પડે છે તો તેના માતા-પિતાને જવાબદાર ઠેરાવો અને જેલમાં નાખો અને કહો કે તેઓ આવા બાળકો પેદા જ કેમ કરે છે જે બીમાર પડે છે. જો બીમાર થઇ રહ્યા છે તો યોગ કેમ નથી કરાવ્યા.

રિપોર્ટ્સ અનુસાર, રામદેવે પોતે કહ્યુ કે જયારે તેઓ બાળક હતા ત્યારે લખતા હતા ‘મેરા ભારત મહાન’. મોટા થઇને તેઓએ જોયુ તો મારુ ભારત તો બીમાર અને લાચાર છે. કેટલીક બીમારીયો ગ્રસ્ત છે. બાબા કહે છે કે તેમની પાસે સમાધાન છે. તેના માટે કાનૂન બનાવવો જોઇએ. જે માતા-પિતા તેમના બાળકને સ્વસ્થ ના બનાવે તેને સજા આપો.

તમને જણાવી દઇએ કે, આ પહેલા એક ઇન્ટરવ્યુમાં રામદેવે ડોક્ટરોને ચુનોતી આપી હતી. તેમણે કહ્યુ કે, સારવાર એ ડોક્ટરોએ જ કરી છે. આ દુનિયાનું સૌથી મોટુ જૂઠ છે. હું માનુ છુ કે આ ડોક્ટરોએ ઘણુ બધુ કર્યુ છે પરંતુ એવુ કહેવુ કે સારવાર ડોક્ટરોએ કરી છે તે ખોટુ હશે.

તે બાદ બાબા રામદેવે ડોક્ટરને ચુનોતી આપતા કહ્યુ કે એલોપૈથીથી કોઇ 10 દિવસની અંદર પ્રોસ્ટેડ કેંસરને ઠીક કરી તો તે રામદેવ ફાંસી પર ચઢવા તૈયાર છે.

 

Shah Jina