સુરતમાં છે સોના-હીરા માણેક થી જડેલ સુવર્ણ રામાયણ, 22 તોલા સોનાની ઇન્કથી લખવામાં આવી છે 19 કિલોની આ રામાયણ

સુરતમાં સંપૂર્ણ રીતે સોનાની શાહીથી રામાયણ લખાયેલી છે અને વર્ષમાં એક જ વાર તેના દર્શન લોકો કરી શકે છે. વાલ્મિકી દ્વારા લખાયેલી રામાયણમાં ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતના એક એવા રામભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાળ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાની ઈન્કથી લખ્યો છે.

તમને જણાવી દઇએ કે, આ સુવર્ણ રામાયણમાં 222 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે. આ રામાયણ કંઇ સામાન્ય નથી, ખૂબ જ વિશેષ છે કારણ કે તેનું વજન 19 કિલો છે. જણાવી દઇએ કે, આ રામાયણમાં 10 કિલો ચાંદી સાથે ચાર હજાર હીરા, માણેક, પન્ના અને નિલમનો પણ ઉપયોગ કરાયો છે.

રામાયણના મુખ્ય પુષ્ટ પર અર્ધ સોનાની શ્રી હનુમાનજી અને 1 તોલા સોનાથી શિવની પ્રતિમા બનાવવામાં આવી છે. તમને જાણીને નવાઇ લાગશે કે વર્ષ 1981માં આ રામાયણને તૈયાર કરાઇ હતી અને ખાસ પુષ્ય નક્ષત્રમાં લખવામાં આવી છે. આ રામાયણ લખતા 9 મહિના અને 9 કલાક જેટલો સમય લાગ્યો છે.

આખી રામાયણમાં કુલ 5 કરોડ વાર ‘જય શ્રી રામ’ લખવામાં આવ્યું છે. 530 પાનાંની આ રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી રામાયણની ચોપાઈ લખાઈ છે. દર રામનવમીએ ભક્તોને આ સુવર્ણ રામાયણના દર્શન કરાવાય છે. બાકીના દિવસોમાં તેને બેન્કના લોકરમાં રાખવામાં આવે છે. આ સુવર્ણ રામાયણના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે.

આ રામાયણ તૈયાર કરવા પેપર ખાસ જર્મનીથી મંગાવાયા હતા અને આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ નથી લાગતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલ રામકુંજમાં રહેતા દંપતી રાજેશકુમાર ભક્ત અને ઇન્દિરાબેન ભક્ત આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમના સ્વર્ગસ્થ દાદા ગોકળભાઈ ભક્તે આ રામાયણ વર્ષ 1981માં તૈયાર કરી હતી. તેઓ શ્રીરામના ભક્ત હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina