હવે તમે પણ તમારા ઘરે લઇ આવી શકો છો અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર જેવું જ આબેહૂબ ચાંદીનું મંદિર.. જાણો કેટલી છે કિંમત અને ક્યારથી મળશે ગ્રાહકોને…
પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, મંદિરનું લગભગ 50 ટકાથી વધારેનું કામ પણ હવે પૂર્ણ થઇ ગયું છે. ત્યારે મંદિર સાથે જોડાયેલી ઘણી તસવીરો પણ સામે આવે છે જે રામ ભક્તોના દિલ પણ જીતી લેતી હોય છે, થોડા દિવસ પહેલા જ મંદિરના ગર્ભગૃહની તસવીરો પણ સામે આવી હતી જે ખુબ જ વાયરલ થઇ હતી.
પરંતુ હાલમાં એક એવી ખબર આવી છે જેણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જગાવી દીધો છે. સુરતના એક જ્વલેરી શોપ દ્વારા એવું અનોખું કામ કરવામાં આવ્યું છે કે જેને લઈને ભક્તો પણ ગદગદ બની ગયા છે. જે રીતે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. એજ પ્રકારે આ જવેલરી શોપમાં પણ આબેહૂબ અયોધ્યાના મંદિર જેવું જ ચાંદીનું મંદિર બનાવવામાં આવ્યું છે.
આ અનોખા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે સુરતના ડી. ખુશાલદાસ જવેલર્સ દ્વારા. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય લગભગ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થશે અને પછી ભક્તો માટે ખુલ્લું મુકાશે ત્યારે એ પહેલા કરોડો ભક્તોની મંદિર કેવું બનશે તેની આતુરતાનો અંત લાવવા માટે આ જવેલર્સ દ્વારા ખાસ ચાંદીના ચાર મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
આ રામ મંદિરનું નિર્માણ કરવા માટે ચાર કારીગરોની ટીમ દ્વારા સતત બે મહિના સુધી કામ કરવામાં આવ્યું હતું. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે જે રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એજ રીતે મંદિરમાં કેટલા પિલર, કેટલા ઘુમટ છે અને તેનું સ્ટ્રક્ચર કઈ રીતનું હશે તે તમામ બાબતોની જીણવટ ભરી માહિતી સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
गुजरात सूरत के एक ज्वैलर्स ने राम मंदिर की चांदी की प्रतिकृतियां बनाईं सबसे छोटी प्रतिकृति 650 ग्राम चांदी से बनी हुई है जिसकी कीमत करीब 80,000 रुपए है और सबसे बड़ी साढ़े 5 किलो चांदी से बनी हुई है जिसकी कीमत 5 लाख रुपए है। इसे बनाने में 2 महीने लगे हैं #Surat #Gujrat pic.twitter.com/0ykNs3F4xW
— shivam singh (@Shivam_singh999) March 21, 2023
શોરૂમની અંદર આ મંદિરને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પણ રહ્યા છે. ચાર અલગ અલગ પ્રતિકૃતિમાં એક 600 ગ્રામની, બીજી સવા કિલોની, ત્રીજી સાડા ત્રણ કિલોની અને ચોથી પાંચ કિલોની છે. આ પ્રતિમા ગ્રાહક ખરીદીને પોતાના ઘરે પણ લઇ જઈ શકશે. જેમાં તમારે 600 ગ્રામ ચાંદીના મંદિર માટે 70 હજાર રૂપિયા અને સાડા ત્રણ કિલો વાળા મંદિર માટે 4.45 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. રામ નવમીના દિવસથી આ મંદિરને ગ્રાહકો ખરીદી ૉશકશે.