1 કિલો સોનુ અને 7 કિલો ચાંદીથી તૈયાર થઇ છે રામ મંદિરની પાદુકા, દેશભરમાં ફરાવવામાં આવી રહી છે, 19એ પહોંચશે અયોધ્યા

1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનેલી છે ભગવાન રામલલાની ચરણ પાદુકા, જુઓ અદ્ભૂત તસવીરો

Lord Ram Charan Paduka: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરી પહેલા અયોધ્યાને શણગારવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ભગવાનનું આસન તૈયાર છે અને હવે રામલલાની મૂર્તિને લઈને પણ મોટી માહિતી સામે આવી છે.

દેશભરના વિવિધ સ્થળોનો પ્રવાસ કરશે રામ મંદિરની પાદુકા

માહિતી અનુસાર, ભગવાન શ્રીરામના અયોધ્યાવાળા મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા બાદ તેમની ચરણ પાદુકા પણ અયોધ્યા મંદિરમાં રાખવામાં આવશે. આ પહેલા ચરણ પાદુકા દેશભરમાં પરિભ્રમણ કરવામાં આવી રહી છે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ ભગવાન શ્રી રામની આ ચરણ પાદુકા પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા જ 19 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા પહોંચશે.

19 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા પહોંચશે

તે પહેલા તે દેશભરના વિવિધ સ્થળોનો પ્રવાસ કરશે. તેને સોમનાથ જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ નગરી અને પછી બદ્રીનાથ લઈ જવામાં આવશે. જણાવી દઇએ કે, સોના અને ચાંદીથી બનેલી ભગવાન શ્રી રામની આ ચરણ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે. રવિવારે આ ચરણ પાદુકાઓને ગુજરાતના અમદાવાદ લાવવામાં આવી હતી.

1 કિલો સોના અને 7 કિલો ચાંદીથી બનેલી છે ચરણ પાદુકા

આ ચરણ પાદુકા સાથે શ્રીચલ શ્રીનિવાસે 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા પણ કરી છે. ખાસ વાત એ છે કે ભગવાન શ્રી રામની આ ચરણ પાદુકાઓ 1 કિલોગ્રામ સોના અને 7 કિલોગ્રામ ચાંદીમાંથી બનાવવામાં આવી છે. એવી ખબર છે કે અયોધ્યામાં રામ મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર છે.

મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે 8 કલાકની 3 શિફ્ટમાં 

હવે ભોંયતળિયા પરના પથ્થરને પીસવાની અને થાંભલાઓ પર કોતરણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રામ મંદિર ટ્રસ્ટે દાવો કર્યો છે કે પ્રથમ માળનું ફિનિશિંગ અને બાંધકામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. એન્જિનિયરોની દેખરેખ હેઠળ, મંદિરનું નિર્માણ કાર્ય આઠ કલાકની 3 શિફ્ટમાં ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

Shah Jina