અમેરિકામાં પણ RRR ફેમ રામચરણે જીત્યા દિલ, સેલ્ફી લેવા માટે રડી રહી હતી એક ક્યૂટ નાની બાળકી પછી રામચરણે જે કર્યું એ જોઈને તમે પણ કહેશો.. “વાહ વાહ…”

દરિયા જેવું દિલ છે સાઉથના અભિનેતા રામચરણનું, પોતાની નાની ક્યૂટ ફેન માટે જે કર્યું એ જોઈને તમે પણ સલામ કરશો.. જુઓ

છેલ્લા થોડા જ સમયમાં સાઉથની ફિલ્મોનો દબદબો દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. સાઉથના કલાકારોએ પણ લોકોના દિલમાં એક વિશાળ જગ્યા બનાવી લીધી છે. તેમાં પણ “RRR” ફેમ રામચરણનો ચાહક વર્ગ તો દુનિયાભરમાં ફેલાયેલો છે. તેની એક ઝલક જોવા માટે પણ ચાહકો પાગલ થતા હોય છે અને તે જ્યાં પણ જતો હોય ત્યાં તેની સાથે સેલ્ફી લેવા માટે લોકોના ટોળા પણ જામતા હોય છે.

તાજેતરમાં રામચરણ લોકપ્રિય અમેરિકન ચેટ શો ગુડ મોર્નિંગ અમેરિકામાં દેખાતા પ્રથમ ભારતીય સ્ટાર બન્યા. જ્યારે તે શોમાંથી બહાર આવ્યો ત્યારે કંઈક એવું બન્યું કે જે દરમિયાન રામ ચરણે ફરી એકવાર તેના ચાહકોનું દિલ જીતી લીધું. બન્યું એવું કે ચાહકોને જેવી જાણ થઈ કે રામ ચરણ તેમના દેશ અમેરિકા પહોંચી ગયા છે, તેઓ તેમને મળવા માટે ગુડ મોર્નિંગ અમેરિકાના સ્ટુડિયોની બહાર એકઠા થઈ ગયા.

ઈન્ટરવ્યુ પછી જ્યારે રામ ચરણ સ્ટુડિયોની બહાર આવ્યા ત્યારે ચાહકોની ભીડ જોઈને તેઓ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ દરમિયાન તેને મળવાની અને તેની સાથે ફોટા પાડવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ. રામ ચરણની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે, જેમાં તે પોતાના ફેન્સને મળતો જોવા મળી રહ્યો છે.

આ દરમિયાન એક નાનકડી ચાહક રડવા લાગી કારણ કે તે રામ ચરણ સાથે તેનો ફોટો ક્લિક કરાવી શકી ન હતી. જ્યારે રામ ચરણને આ વિશે ખબર પડી, ત્યારે તે તરત જ તેની નાની ચાહકને મળ્યો અને તેને શાંત કરી. આ પછી અભિનેતાએ ફેન સાથે સેલ્ફી પણ લીધી હતી. વધુ એક ફોટો સામે આવ્યો છે, જેમાં ફેન રામ ચરણને ગુલદસ્તો આપતી જોવા મળી રહી છે.

રામ ચરણની આ પ્રેમાળ હરકતો જોઈને ચાહકો ખુશ થઈ ગયા અને પછી સોશિયલ મીડિયા પર અભિનેતાના વખાણ કરવાનો સિલસિલો શરૂ થઈ ગયો. આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે એક નાની બાળકી સાથે જોવા મળી રહી છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રામ ચરણ છેલ્લે ફિલ્મ RRRમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે જુનિયર NTR સાથે કામ કર્યું હતું. આ ફિલ્મે વિશ્વભરમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. હવે રામ ચરણ ડિરેક્ટર શંકરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ RC 15માં જોવા મળશે. બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

Niraj Patel