આટલી મોટી સેલિબ્રિટી હોવા છતાં જરા પણ અભિમાન નથી, RRR ફેમ રામચરણે જીત્યા કરોડો લોકોના દિલ, કેન્સર પીડિત બાળક માટે જે કર્યું એ જોઈને આંખોમાં આંસુઓ આવી ગયા…
બૉલીવુડ સેલિબ્રિટીઓના વટ્ટ આપણે બધાએ જોયા હોય છે. ઘણીવાર એવી પણ ઘટનાઓ સામે આવે છે કે ઘણા સેલિબ્રિટીઓ સામાન્ય માણસો સાથે દુર્વ્યવહાર પણ કરતા હોય છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે લોકોના દિલ જીતી લીધા છે. કારણ કે સાઉથના સુપરસ્ટાર રામચરણે જે કર્યું છે તે ખરેખર આંખોમાં આંસુઓ લાવી દેનારું છે.
અભિનેતા રામ ચરણ સાઉથ ફિલ્મ ઉદ્યોગનો ગોલ્ડન બોય છે અને એસએસ રાજામૌલી દિગ્દર્શિત RRR સાથે તેમના સ્ટારડમને નેક્સ લેવલ પર લઈ ગયો છે. ફિલ્મોમાં તેના શાનદાર અભિનય ઉપરાંત તે તેના નમ્ર સ્વભાવ માટે પણ જાણીતા છે. ફરી એકવાર તેણે પોતાના કામથી સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા.
તાજેતરમાં, રામ ચરણે દરિયાદિલી બતાવી, જ્યાં તેણે નવ વર્ષના નાના બાળકની ઇચ્છા પૂરી કરી. કેન્સર જેવી જીવલેણ બીમારીથી પીડિત આ બાળકનું નામ રવુલા મણિ કુશલ છે, જે સ્પર્શ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બાળક રામ ચરણને મળવા અને તેની સાથે થોડો સમય વિતાવવા ઈચ્છતો હતો. હોસ્પિટલના ડાયરેક્ટર નંદિની રેડ્ડીએ બાળકનું સપનું પૂરું કર્યું અને સાઉથના સુપરસ્ટાર રામ ચરણને બાળકને મળવા બોલાવ્યો, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં રામ ચરણ તેના નાના ફેન રવુલા મણિ કુશલ સાથે વાતચીત કરતા જોવા મળે છે. રામ ચરણે બાળક સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો અને તેના માટે ભેટ પણ ખરીદી. તેઓએ ભાવનાત્મક ટેકો પૂરો પાડ્યો અને બાળકના જીવનમાં આશાની ભાવના જગાડી, તેને રોગ સામે તેની લડત ચાલુ રાખવાની શક્તિ આપી.
આ ઉપરાંત રામ ચરણ બાળકના માતા-પિતાને પણ મળ્યા હતા, તેમની મુશ્કેલ યાત્રા દરમિયાન તેમને દિલાસો અને પ્રોત્સાહિત કર્યા હતા. રામ ચરણની હૉસ્પિટલની મુલાકાતે બાળકના ચહેરા પર માત્ર સ્મિત જ નહીં લાવ્યું, પરંતુ તેની દયા અને ઉદારતાથી પ્રભાવિત ઘણા લોકોના હૃદયને પણ સ્પર્શી ગયું.