બોલીવુડના સેલેબ્સની લાઈફ હંમેશા કોઈના કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે, તેમના સોશિયલ મીડિયા પર પણ ચાહકો નજર ટેકવીને બેઠા હોય છે, જેમાં તેમના મનગમતા સ્ટાર્સની ખુશીમાં ખુશ પણ થતા હોય છે તો દુઃખમાં દુઃખી પણ થતા હોય છે.
ત્યારે હાલ અભિનેત્રી રકૂલ પ્રીત સિંહના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે, રકૂલ પ્રીતે તેના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેના બાદ ચાહકો તેને સાંત્વના આપતા જોવા મળ્યા. હાલ રકૂલ પ્રીત અને તેના પરિવારજનો ખુબ જ દુઃખી છે, કારણે કે તેમણે તેમના પરિવારના એક સદસ્યને ખોઈ દીધુ છે.
રકુલની સાથે રહેતા તેના પાલતુ શ્વાન બ્લોસમનું નિધન થયું છે. જેનું દુઃખ અભિનેત્રીએ બ્લોસમ સાથેની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી અને વ્યક્ત કર્યું છે. આ ઉપરાંત રકૂલે તેની પોસ્ટના કેપશનમાં પોતાના આ ચાર પગ વાળા મિત્રના ખોવાનું દુઃખ શબ્દોમાં પણ વ્યક્ત કર્યું છે.
રકૂલે કેપશનમાં લખ્યું છે, “બ્લોસમ.. તું 16 વર્ષ પહેલા અમારા જીવનમાં આવ્યો અને બહુ જ પ્રેમ અને ખુશી સાથે રમ્યો. હું તારી સાથે મોટી થઇ. અમે તને બહુ જ યાદ કરીશું. તે એક ખુબ જ સારું જીવન જીવ્યું અને કોઈ તકલીફ કે પીડા ના થઇ.. રેસ્ટ ઈન પીસ બોસી… તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે.”
અભિનેત્રીની આ પોસ્ટ શેર કરતા જ ચાહકો પણ તેને સાંત્વના આપવા લાગી ગયા છે. ઘણા સેલેબ્સ દ્વારા પણ કોમેન્ટ કરીને બ્લોસમના નિધન પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત છેલ્લે ફિલ્મ “થેંક ગોડ”માં જોવા મળી હતી, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ પણ હતા. ફૅન્ટેસી કૉમેડી-ડ્રામા બૉક્સ ઑફિસ પર સારી ઓપનિંગ હોવા છતાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નહોતી.
તો ગત રવિવારે (25 ડિસેમ્બર) રકુલ પ્રીત સિંહે તેના બોયફ્રેન્ડ જેકી ભગનાનીનો જન્મદિવસ નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સાથે ઉજવ્યો. તેમને ઘરમાં પાર્ટી માટે પસંદગીના મહેમાનોને આમંત્રિત કરીને તેમના ખાસ દિવસની ઉજવણી કરી. બંને લવબર્ડ્સ માટે આ બેવડી ઉજવણી હતી કારણ કે તેઓએ ભગનાનીનો જન્મદિવસ અને ક્રિસમસ 2022 બંને એકસાથે ઉજવ્યા હતા.
View this post on Instagram