દયાબેનનું પાત્ર ભજવશે રાખી આ ફેમસ અભિનેત્રી? સમાચાર વાયરલ થતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો…તારક મહેતાના ફેન્સ દંગ રહી જશે

ટીવીના મશહૂર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો આ દિવસોમાં ઘણા એક્સાઇટેડ છે. શોને નવી દયાભાભી મળવાની છે. ખબર છે કે “હમ પાંચ”ની અભિનેત્રી રાખી વિજનને આ ગોલ્ડન ચાન્સ મળવા જઇ રહ્યો છે. દેશના સૌથી દમદાર અને લોકપ્રિય દયાબેનના પાત્રને રાખી નિભાવશે. રાખી વિજનના દયાબેન બનવાને લઇને ખબરો વાયરલ થઇ રહી છે તેના પર અભિનેત્રીનું રિએક્શન આવ્યુ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં રાખી વિજને જણાવ્યુ કે, મને ખબર નથી કે આવી અટકળો ક્યાંથી આવી રહી છે.

મને પણ આ વિશે મીડિયા રિપોર્ટ્સ પરથી જ ખબર પડી કે હું દયાબેન બની રહી છું. મેં વિચાર્યું હતું કે આ સમાચારો જાતે જ સમાપ્ત થઈ જશે, પરંતુ દયાબેન બનવાની અટકળો વધી રહી છે. રાખીએ તેના નિવેદનમાં ખુલ્લેઆમ કંઈ કહ્યું નથી, પરંતુ તેણે ચોક્કસપણે કહ્યું છે કે તેના દયાબેન બનવાના સમાચાર અફવા છે. જો રાખી વિજનને દયાબેનનો રોલ મળશે તો તે શું કરશે, તેનો જવાબ પણ અભિનેત્રીએ આપ્યો. રાખી વિજને કહ્યું- હું કુદરતી રીતે કોમેડી કરું છું. પણ હા, તે પડકારજનક હશે. પરંતુ તે ખૂબ મુશ્કેલ નહીં હોય. મારે ગુજરાતી ઉચ્ચાર માટે મારી જાતને તૈયાર કરવી પડશે. અમે એવા કલાકારો છીએ જે પાત્રમાં પ્રવેશે છે.

તાજેતરમાં મેં એક ભોજપુરી પાત્ર કર્યું છે. પરંતુ તમે જાણો છો કે મારા બિલ્ડીંગમાં ગુજ્જુ (ગુજરાતી) ઘણા લોકો રહે છે. રાખી વિજને તેના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દયાબેનનો આઇકોનિક રોલ કોણ કરવા નથી માંગતું. રાખીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણી બધી જોઈ છે. તેને કોમેડી શો ખૂબ જ પસંદ છે. રાખીએ કહ્યું કે જો તે દયાબેન બનશે તો તે પાત્રમાં પણ પોતાની સ્ટાઈલ લાવશે. બંને સારી રીતે મર્જ કરશે. રાખીની સિરિયલ તારક મહેતાના કોઈ પણ વ્યક્તિ સાથે મિત્રતા નથી. રાખીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અફવાઓનું ખંડન કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Vijan (@rakhivijan)

રાખીએ દિશા અને તેની તસવીરનો કોલાજ શેર કર્યો જેમાં તેણે લખ્યુ, ‘બધાને નમસ્કાર, આ સમાચાર એક અફવા છે, જે મને આશ્ચર્યચકિત કરે છે. ચેનલ કે નિર્માતાઓ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો નથી. રાખી વિજનની આ પોસ્ટ પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શા માટે નહીં? તમે અદ્ભુત છો પરંતુ સ્પષ્ટતા માટે તમારો આભાર.’ બીજાએ કહ્યું, ‘અરે ના, જો તમારો સંપર્ક કરવામાં આવે તો કરો.’ એ જ રીતે એક યુઝરે લખ્યું, ‘પણ તમે અસલી દયાબેનને રિપ્લેસ કરી શકો છો.’

Shah Jina