સુપુર્દ-એ-ખાક થઇ રાખી સાવંતની મમ્મી, અંતિમ સંસ્કારમાં ધ્રુસકેને ધ્રુસકે રડી ડ્રામા ક્વીન, સામે આવી દિલ તોડી દે તેવી તસવીરો

રાખી સાવંતની માતાના થયા અંતિમ સંસ્કાર, અભિનેત્રીએ દીકરો બની તૂટેલા મનથી નિભાવી બધી રસ્મો

પોતાના ચુલબુલા અંદાજ અને ડ્રામા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી રાખી સાવંત આ સમયે ઘણા દુ:ખમાં છે. તેણે તેની માતા ગુમાવી છે. પહેલા કેન્સર અને પછી બ્રેઈન ટ્યુમરનો શિકાર બનેલ રાખી સાવંતની માતા જયા હવે આ દુનિયામાં નથી રહી. 28 જાન્યુઆરીએ રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પહેલા પિતા અને હવે માતાની છત્રછાયા ગુમાવેલી રાખી પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે.

માતાના જવાથી રાખી અંદરથી તૂટી ગઇ છે અને તે ધ્રુસકેને ધ્રુસકે રડી રહી છે. જ્યારે અભિનેત્રી જાન્યુઆરી 2023માં મરાઠી બિગ બોસમાંથી બહાર આવી ત્યારે તેણે હોસ્પિટલમાંથી ત્રણ મિનિટનો વીડિયો બનાવ્યો અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. જેમાં તેણે તેની માતાના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે તેની માતાને બ્રેઇન ટ્યુમર હતુ અને આ દરમિયાન ઘણા લોકો મદદ માટે આગળ પણ આવ્યા હતા.

જેમાં સલમાન ખાન અને અંબાણી પરિવારનું નામ પણ હતું. જણાવી દઈએ કે જ્યારે રાખી સાવંતની માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે પછી અભિનેત્રીએ આદિલ ખાન દુર્રાની સાથેના તેના લગ્નનો ખુલાસો કર્યો. તેણે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કર્યા અને દાવો કર્યો કે આદિલ આ લગ્નને સ્વીકારી રહ્યો નથી.

આ સાથે પેપરાજીની સામે રડતી વખતે અભિનેત્રીએ એમ પણ કહ્યું કે જ્યારે તેની માતાને આ વિશે ખબર પડશે ત્યારે તે તૂટી જશે. રાખી તેની માતાની ખૂબ જ નજીક હતી અને હવે તેના જવાથી તે એકલી પડી ગઈ છે. શનિવારે રાખીની માતાનું જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું હતું. જ્યારે ગઇકાલે મુંબઈમાં રાખીની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

કબ્રસ્તાનમાંથી સામે આવેલી હૃદયદ્રાવક તસવીરોમાં જોઈ શકાય છે કે રાખી સાવંત તૂટેલા દિલ સાથે તેની માતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા આવી છે. આ દરમિયાન તેની સાથે તેનો પતિ આદિલ ખાન પણ જોવા મળે છે. બંને દિવંગત જયાની કબર પર ફૂલ સજાવતા જોવા મળે છે. આ દરમિયાન રાખી ભાંગી પડી અને રડવા લાગી. આના પર તેના નજીકના લોકો તેને ચૂપ કરાવતા સાંત્વના આપવતા જોવા મળ્યા.

આ તસવીરો જોઈને ઘણા લોકોની આંખો ભીની થઈ રહી છે. મનોરંજન જગતની અનેક હસ્તીઓ રાખીને સાંત્વના આપવા તેના ઘરે પહોંચી હતી. જેમાં કોરિયોગ્રાફર ફરાહ ખાન, ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ અને બિગ બોસ કંટેસ્ટેં રાજીવ આડતીયાનો સમાવેશ થાય છે. રાખી સાવંતની માતા છેલ્લા 3 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. તેની સારવાર પણ લાંબા સમયથી ચાલી રહી હતી.

જો કે સમયની સાથે તેમની બીમારી વધુ વકરી રહી હતી. કેન્સર કિડની અને ફેફસામાં ફેલાઈ ગયું હતું. રાખીની માતાને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર હતું, જેના કારણે તેની હાલત વધુ નાજુક બની ગઈ હતી. રાખીએ કહ્યું કે જાન્યુઆરીમાં તેની માતાને પણ બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું હતું, ત્યારબાદ તે કોઈને ઓળખી પણ શકતી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina