રાખી સાવંતને આવ્યો એટલો ગુસ્સો કે રસ્તા પર જ પાવડો લઇને કરવા લાગી રિક્ષાનો પીછો- જુઓ વીડિયો

રસ્તા પર કેમ આવ્યો રાખી સાવંતને ગુસ્સો, પાવડો લઇને દોડી પડી ઓટોરિક્શા પાછળ !

ડ્રામા ક્વીન રાખી સાવંત તેના ચાહકોનું દિલ કેવી રીતે જીતવું તે જાણે છે. તે અવાર નવાર ચાહકોને એન્ટરટેઇન કરતી રહી છે. આ માટે તે નવી નવી રીત પણ અપનાવે છે.ક્યારેક પોતાના ડ્રેસને તો કયારેક પોતાની સ્ટાઇલને કારણે તે ચર્ચામાં રહે છે. તમે રાખી સાવંતને તો જાણો જ છો, તે ઘણી વખત પોતાની ફ્લર્ટીશ અને બોલ્ડ સ્ટાઈલ અને એટીટ્યુડને કારણે સમાચારોમાં રહે છે, પરંતુ આ વખતે શું થયું તે કદાચ રાખીને પણ ખબર નહિ હોય.

તે અચાનક ગુસ્સે થઈ ગઈ અને જ્યારે તેને ગુસ્સો આવ્યો, ત્યારે તે હાથમાં પાવડો લઈને રસ્તા પર ઓટો રીક્ષાની પાછળ દોડી. આ દિવસોમાં મુંબઈમાં ખૂબ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હાલત એવી છે કે ઘણી જગ્યાએ વૃક્ષો તૂટી ગયા છે અને ઘણી જગ્યાએ ગંદકીએ આશરો લીધો છે. આવી સ્થિતિમાં, જ્યારે રાખીએ તેના જીમની બહાર કંઈક આવું જ જોયું તો તે ગુસ્સે થઈ ગઈ અને આ બધું તેનાથી જોવાયુ નહીં.

હાથમાં પાવડો લઈને તે અહીં-તહી જોવા લાગી. જ્યારે લોકો તેને જોવા માટે રોકાયા ત્યારે રાખી વધુ ગુસ્સે થઈ ગઈ અને તે હાથમાં પાવડો લઈને રોકાયેલી રિક્ષાની પાછળ દોડી ગઈ. રાખી સાવંતોન આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં રહે છે. તમને જણાવી દઇએ કે, રાખી સાવંત આ દિવસોમાં તેના બોયફ્રેન્ડ આદિલ સાથે વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તે આદિલ સાથે તેની રિલેશનશિપ એન્જોય કરી રહી છે. જો કે, હાલ તેનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં આદિલ જોવા મળ્યો ન હતો. ખબર છે કે, આદિલ અને રાખી બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે અને એવું થઇ શકે છે તેઓ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઇ જાય.

Shah Jina