ચમોલીની દુર્ઘટનામાં મોતને ભેટેલા રાકેશનું શબ જોઈને બેભાન થઇ ગઈ પત્ની, દુલ્હનની જેમ શણગાર સજીને આપી અંતિમ વિદાય

ઉત્તરાખંડના ચમોલીમાં 7 ફેબ્રુઆરીના રોજ આવેલા જળ પ્રલયની અંદર જીવ ગુમાવવા વાળા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના રાખેશ કપૂરનું શબ સોમવારના રોજ તેના પૈતૃક ગામમાં પહોંચતા જ ગામના લોકો ઊંડા દુઃખમાં સરી પડ્યા હતા.

પાલમપુરના નચ્છિર પંચાયતના રાકેશ કપૂરને સોમવારની સાંજે પૈતૃક ગામના સ્મશાનઘાટ ઉપર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. રાકેશનું શબ ઘરે પહોંચતા જ માહોલ ગમગીન બની ગયો હતો. પત્ની અનિતા અને માતા મછરો દેવીની હાલત રડી રડીને ખરાબ થઇ ચુકી હતી.

રાકેશના ભાઈઓ પણ પોતાની જાતને સાચવી નહોતા શકતા, પ્રસાશન તરફથી તલાટી વેદપ્રકાશ, વિધાયક આશિષ બુટેલ, વુલ ફેડરેશનના અધ્યક્ષ અને પ્રદેશ ભાજપ મહામંત્રી ત્રિલોક કપૂર, પંચાયત પ્રધાન ઉમા દેવી અને ઉપપ્રધાન સંતોષ કપૂર સમેત પંચાયતના સદસ્યો પણ હાજર રહ્યા હતા.

રાકેશનું શબ ક્ષતવિક્ષત થઇ ચૂક્યું હતું તે છતાં પણ તેની પત્નીએ દુલ્હનની જેમ શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. સાથે જ સ્વજનોએ બીજા રિવાજો પણ પૂર્ણ કર્યા.

ચમોલીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં કામ કરવા વાળા રાકેશનું શબ રવિવારના રોજ પ્રોજેક્ટમાં દબાયેલું મળ્યું હતું. પરિવારજનો તેના શબને સોમવારના રોજ સાંજે લઈને ઘરે પહોંચ્યા હતા. લગભગ 8 દિવસ સુધી જમીનમાં શબના દબાયેલા હોવાના કારણે અગ્નિ સંસ્કારની તૈયારીઓ સોમવારના રોજ જ શરૂ કરવામાં આવી હતી.

ઘરની અંદર પોણા કલાક શબને રખીને તેને તરત જ અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યું હતું. રાકેશની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પત્ની અનિતા પણ પતિના પાર્થિવ શરીરને વળગીને ખુબ જ રડી હતી.

Niraj Patel