રાકેશ ઝુનઝુનવાલાની વાત ના માનનારા આજે પેટ ભરીને પછતાય છે, તેમને કહ્યું, “2020માં બૂમો પાડી પાડીને….”

“બૂમો પાડી પાડીને કહેતો હતો કે શેર લઇ લો…. ખરીદી લો…. કોઈ સાંભળતું નહોતું…” શેર માર્કેટ ઉપર બોલ્યા રાકેશ ઝુનઝુનવાલા

ભારતના દિગ્ગજ નિવેશક રાકેશ ઝુનઝુનવાલાની ફરિયાદ છે કે “આજની તારીખમાં નાના હોય કે મોટા રોકાણ, તે કોઈનું નથી સાંભળતા. તે પોતાની મરજીથી શેર બજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરે છે. ભારતીય બજાર હાલમાં બદલાવના સમયમાંથી પસાર થઇ રહ્યું છે.”

રાકેશ ઝુનઝુનવાલાએ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ 2021માં જયારે પૂછવામાં આવ્યું કે રિટેલ રોકાણકરોને તમે શું સલાહ આપશો ? કારણ કે નાનાથી લઈને મોટા રોકાણકારો ધ્યાનથી સાંભળે છે. તેના જવાબમાં તેમને જણાવ્યું કે, “અહીંયા કોઈ કોઈનું કહ્યું નથી માનતું, હું જૂન 2020માં બૂમો પાડી પાડીને કહી રહ્યો હતો કે શેર લઇ લો .. ખરીદી લો… કોઈએ મારુ ના સાંભળ્યું. આજે સાંભળ્યું હોત તો પૈસા પણ બનતા.”

તેમને જણાવ્યું કે, “મેં એક મિત્રને પણ કહ્યું કે શેર લઇ લો, તો તેને કહ્યું કે, કેમ ? હું કેમનો જવાબ નથી આપી શકતો. બૂમો પાડતા રહો કોઈ સાંભળવા વાળું નથી. લોકો પોતાના મનનું કરે છે. કોરોનાની પહેલી લહેરના સમયે જો રોકાણકારોએ પૈસા લાગવ્યા હોતા તો આજે તે મોટી રકમ બની ગઈ હોત.”

તેની સાથે જ તેમને જણાવ્યું કે, “હવે રોકાણકારો પૂછે છે કે શેર બજારમાં મોટા પાયે નીચે આવવાનું છે ?”  રાકેશ ઝુનઝુનવાલાએ કહ્યું કે હું હજુ પણ બજારને લઈને બુલિશ છું. બહુ જ મોટા પાયે નીચે આવવાની સંભાવના ઓછી છે. જો કરેક્શન આવશે તો પણ રોકાણ માટે ચાન્સ રહેશે.”

Niraj Patel