રાજુલામાં ઘરે હાથમાં મોબાઇલ લઈને બેઠેલા વ્યક્તિના હાથમાં જ મોબાઈલ ફાટ્યો, આંગળીમાંથી ધડધડ વહેવા લાગ્યું લોહી, તાત્કાલિક હોસ્પિટલમાં….

રાજુલામાં હાથમાં મોબાઈલ ફાટતા આખું ગામ ફફડી ઉઠ્યું, જુઓ પછી શું થયું…

દેશભરમાંથી મોબાઈલ અને ઇલેક્ટ્રિક ગેજેટ ફાટવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી રહે છે, ત્યારે હાલ એક ઘટના રાજુલામાંથી પણ સામે આવી છે જ્યાં એક વ્યક્તિ તેના ઘરમાં જ મોબાઈલ હાથમાં લઈને બેઠો હતો ત્યારે જ મોબાઈલ ફાટ્યો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મોબાઈલ ફાટવાના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ સામે આવતી રહે છે ત્યારે રાજુલાના છતડિયા ગામમાં રહેવા વાળા માવજીભાઈ ભીખાભાઇ કવાડ નામની વ્યક્તિ સાથે પણ આવી જ ઘટના બની. જયારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે તેમના હાથમાં રહેલો મોબાઈલ અચાનક ફાટતાં તેમને આંગળીઓમાં ઇજા પહોંચી હતી.

અચાનક મોબાઈલ ફાટવાના  કારણે મોટો ધડાકો પણ થયો હતો, જેના બાદ પરિવારના સભ્યો પણ દોડી આવ્યા હતા. મોબાઈલ ફાટવાના કારણે ઈજાગ્રસ્ત થયેલા માવજીભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોબાઈલ ક્યાં કારણસર ફાટ્યો તે હજુ જાણી શકાયું નથી. મોબાઈલ ફાટતા જ તેની અંદરની સામગ્રી પણ બહાર આવી ગઈ હતી.

આ પહેલા પણ મોબાઈલ ફાટવાની ઘણી ઘટનાઓ પણ સામે આવી ચુકી છે. થોડા સમય પહેલા જ મોરબીમાંથી પણ આવી એક ઘટના સામે આવી હતી, જ્યાં બાઈક ઉપર જઈ રહેલા યુવકના ખિસ્સામાં રહેલો મોબાઈલ અચાનક ફાટવાના કારણે બ્લાસ્ટ થયો હતો અને જેના કારણે તેનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું અને યુવાનનું મોત થયું હતું.

તો ગત જૂન મહિનામાં પણ મધ્ય પ્રદેશના ઉમરીયા જિલ્લાના છપરૌડ ગામમાં એક યુવક તેના પતરાના ઘરમાં મોબાઈલ ફોનને પાવર બેંકથી ચાર્જ કરી રહ્યો હતો તે દરમિયાન જ પાવર બેંક બ્લાસ્ટ થઇ હતી અને ઘરના પતરા પણ તૂટી ગયા હતા. સાથે જ આ બ્લાસ્ટમાં યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેનું પણ મોત નીપજ્યું હતું.

Niraj Patel