જ્યારે રાજુ શ્રીવાસ્તવે પોતાના વીડિયોમાં કર્યો હતો યમરાજ અને મોતનો ઉલ્લેખ, કહ્યુ હતુ- યમરાજ પણ લેવા એવા તો…

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું 21 સપ્ટેમ્બર એટલે કે આજ રોજ સવારે અવસાન થયું છે. લાંબા સમયથી તેઓ હૃદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ક્યારેક તેમની તબિયત સુધરી રહી હતી તો ક્યારેક બગડી રહી હતી પરંતુ આજે સવારે સમાચાર આવ્યા કે તેમણે અંતિમ શ્વાસ લીધા. જણાવી દઈએ કે ગયા મહિને 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને તાત્કાલિક એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુની હાલત જોઈને ચાહકો પણ ઘણા દુખી હતા.

10 ઓગસ્ટે જ્યારે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમને જોવા લોકોની લાઈન લાગી ગઈ હતી. તેના મિત્રો અને પરિવારજનો સતત રાજુને મળવા જતા હતા અને દરેક તેની સ્થિતિ વિશે અપડેટ આપતા હતા. ઘણા લોકોએ એમ પણ કહ્યું હતું કે તેની હાલતમાં ઘણો સુધારો છે પરંતુ હવે રાજુ જીવનની લડાઈ હારી ગયો અને દુનિયાને અલવિદા કહી દીધું. આ દુઃખદ સમાચાર વચ્ચે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે યમરાજ અને મોતનો ઉલ્લેખ કરી રહ્યો છે.

રાજુનો આ વીડિયો જૂનો છે. આ વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે, ‘હેલો, કંઈ જ નથી બસ બેઠો છું. જીવનમાં એવું કામ કરો કે યમરાજ આવે લેવા તો પણ કહે કે ભાઇ સાહબ ભૈંસ પર બેસી જાઓ. ના, ના તમે ચાલી રહ્યા છો, સારુ નથી લાગી રહ્યુ. તમે ભલે માણસ છો, નેક માણસ છો તો બેસો. જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. કોમેડિયનનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે.

તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ અને માતાનું નામ સરસ્વતી શ્રીવાસ્તવ હતું. રાજુના પિતા એક જાણીતા કવિ હતા, જેઓ બલાઈ કાકા તરીકે જાણીતા હતા. જ્યારે માતા ગૃહિણી હતી. વર્ષ 1993માં રાજુના લગ્ન શિખા શ્રીવાસ્તવ સાથે થયા હતા. રાજુને બે બાળકો છે. એક પુત્ર, જેનું નામ આયુષ્માન અને પુત્રી અંતરા.

Previous Article

પોતાના પાછળ કરોડોની સંપત્તિ છોડી ગયા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, લાજવાબ છે કાર કલેક્શન

Next Article

એક સમયે મુંબઈમાં રિક્ષા ચલાવતો હતો રાજુ શ્રીવાસ્તવ, ખુબ જ સંઘર્ષ ભરેલી રહી છે તેની કહાની, જુઓ કેવી રીતે બની ગયો દિગ્ગજ કોમેડિયન

error: Protected Content!