એક સમયે મુંબઈમાં રિક્ષા ચલાવતો હતો રાજુ શ્રીવાસ્તવ, ખુબ જ સંઘર્ષ ભરેલી રહી છે તેની કહાની, જુઓ કેવી રીતે બની ગયો દિગ્ગજ કોમેડિયન

સફળતાનાં મુકામ સુધી પહોંચવું એટલું સહેલું નથી હોતું. તેના માટે ઘણી મહેનત કરવી પડે છે, મનોરંજન જગતમાં પણ એવા ઘણા કલાકારો છે જેમને બહુ મહેનત કરી અને આ મુકામ હાંસલ કર્યું છે અને લોકો વચ્ચે મોટી નામના પણ મેળવી છે. એવા જ એક કોમેડિયન હતા રાજુ શ્રીવાસ્તવ. જેમનું આજે નિધન થઇ ગયું. તે છેલ્લા 41 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને આજે સવારે જ તેમને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધન બાદ તેમના પરિવાર અને ચાહકોમાં પણ ઊંડો શોક ફેલાઈ ગયો છે.

રાજુ શ્રીવાસ્તવે કોમેડી જગતના બાદશાહ બનવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. રાજુ શ્રીવાસ્તવનું જન્મનું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ છે. રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ કાનપુરમાં થયો હતો. તે એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતા. તેમના પિતાનું નામ રમેશ ચંદ્ર શ્રીવાસ્તવ હતું જેઓ કવિ હતા. લોકો તેમના પિતાને ‘બલાઈ કાકા’ કહીને બોલાવતા હતા.

કોમેડિયન બનવા મુંબઈ આવેલા રાજુ શ્રીવાસ્તવને અહીં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘરેથી મોકલેલા પૈસા મુંબઈ જેવા શહેરમાં ઓછા પડતા હતા. આવી સ્થિતિમાં રાજુએ ખર્ચ ઉઠાવવા માટે ઓટો રીક્ષા પણ ચલાવી હતી. રીક્ષા ચાલવતા ચલાવતા જ તેને પહેલો બ્રેક પણ મળ્યો. જ્યારે તેને શો મળવા લાગ્યા તો તેણે 50 રૂપિયામાં કોમેડી કરી.

રાજુ શ્રીવાસ્તવે પોતાના કરિયરની શરૂઆત ટીવી શો ટી ટાઈમ મનોરંજનથી કરી હતી. જ્યારે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ નાના પડદા પર આવી ત્યારે ગજોધર ભૈયાએ હાસ્યના થપ્પાથી બધાને ડોલાવી દીધા અને જોતજોતામાં જ તે કોમેડીની દુનિયામાં છવાઈ ગયા. રાજુ શ્રીવાસ્તવની ખાસિયત તેમની કોમેડીની અનોખી શૈલી છે, રાજુ જેવા સ્ટેન્ડઅપ કોમેડી ભાગ્યે જ કોઈ અન્ય કરે છે. તેની સ્ટાઇલ અલગ છે અને તે જ તેને સૌથી ખાસ બનાવે છે. રાજુ શ્રીવાસ્તવ પોતાની વાત લોકો સુધી સરળ રીતે પહોંચાડવાનું સારી રીતે જાણે છે.

કોમેડી ક્ષેત્રે પ્રવેશતા પહેલા તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની શરૂઆત 1988માં આવેલી ફિલ્મ તેઝાબથી થઈ હતી. “મેંને પ્યાર કિયા, બાઝીગર, બોમ્બે ટુ ગોવા, ભાવનાઓ કો  સમજો, મેં પ્રેમ કી દીવાની હૂં”માં નાના રોલ કર્યા હતા. રાજુ બિગ બોસ 3, નચ બલિયે 6 જેવા રિયાલિટી શોનો પણ ભાગ હતો. રાજુ કોમેડી નાઈટ્સ વિથ કપિલમાં પણ નજર આવ્યો.

Niraj Patel