રંગીલા રાજકોટનો શરમજનક કિસ્સો: પતિ ઓફિસે ગયો તો પાછળથી મિત્રો ઘરે આવતા, ભાભી આજે મોજ કરાવો અને

પત્નીના આડા સંબંધો પકડાઈ ગયા, યુવક ઓફિસ ગયો પાછળથી દોસ્તો આવ્યા અને કહેતા કે ભાભી આજે મોજ કરાવો પછી…

સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ અવાર નવાર બનતી જોવા મળે છે. તો ઘણા લોકો મિત્રતાના સંબંધને પણ જાય છે, રાજકોટ શહેરમાં પણ મિત્રતાના સંબંધોને શર્મસાર કરનારી ઘટનાએ જોર પકડ્યું છે. જેમાં એક યુવકના બે મિત્રો જ તેના ઘરે આવી અને ભાભી સાથે સંબંધો બાંધતા હતા. (તમામ તસવીરો કાલ્પનિક છે.)

આ ઘટનામાં મળી રહેલી માહિતી અનુસાર મૂળ મેંદરડા પંથકના અને દોઢસો ફૂટ રિંગ રોડ, જલજીત સોસાયટીમાં રહી પટેલ ઇન્ફોટેકના નામથી સીસીટીવી, કમ્પ્યૂટર રિપેરિંગનું કામકાજ કરતા સંદીપ નામના યુવાને તેનાજ મિત્ર હિરેન વિનુ અને અરવિંદ લાલજી સામે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સંદીપે જણાવ્યું છે કે વર્ષ 2019માં તેને પૂનમ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પૂનમ સતત મોબાઈલ વાપર્યા કરતી હોય સંદીપે તેને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાનું પણ જણાવ્યું હતું. આ બાબતને લઈને બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

ત્યારે સંદીપની ગામની બાજુના ગામની અંદર રહેતા તેના મિત્રો હિરેન અને અરવિંદ તેના ઘરે અવાર નવાર આવતા હતા, જેના કારણે સંદીપને બંને મિત્રો ઉપર તેની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી.

આ કારણે સંદીપ સીસીટીવી કેમરાના વ્યવસાય સાથે જોડાયેલા હોય પોતાના ઘરની અંદર પત્નીને ખબર ના પડે તે રીતે હિડન કેમેરા લગાવ્યા હતા. જેમાં સંદીપના ગયા બાદ બંને મિત્રો તેના ઘરે આવતા પણ દેખાતા હતા. આ ફુટેજની અંદર અરવિંદ નામનો મિત્ર તેની પત્ની સાથે અડપલાં કરતો પણ જોવા મળ્યો હતો જેના કારણે સંદીપની શંકા સાચી સાબિત થઇ હતી.

આ ઘટના બાદ પણ સંદીપે થોડું નમતું જોખ્યું, પરંતુ હજુ બીજો મોટો આંચકો લાગવાનો સંદીપને બાકી હતો. સંદીપ નિયમિત ક્રમ પ્રમાણે ઘરેથી ઓફિસ જવા માટે નિકળ્યો હતો. અને થોડે આગળ જઈને છુપાઈ ગયો અને તે જેવો બહાર નિકળ્યો થોડી જ વારમાં તેની પત્ની પૂનમ પણ ઘરની બહાર નિકળી હતી. જેથી સંદીપે પોતાની પત્નીનો પીછો કરતા તે કુવાડવા રોડ પર આવેલી એક હોટલમાં પહોંચી હતી. જેથી થોડા સમય બાદ સંદીપ પણ હોટલમાં જઇને રૂમમાં પહોંચતા પોતાની પત્ની પૂનમ અને સંદીપનો મિત્ર હિરેન કઢંગી હાલતમાં ઝડપાયા હતા.

જેના બાદ હિરેન સાથે થોડી બોલાચાલી કરી પત્નિને લઇને નીકળી ગયો હતો અને તેણીને તેના માવતરના ઘરે મુકી આવ્યો હતો. આ બનાવ અંગે મેં મારા સસરાને વાત કરી હતી અને તેણીને તેના પિતાજીના ઘરે જ મુકી દીધી હતી. પત્ની સાથે વ્યભિચાર આચરનાર બંને મિત્રોને ઠપકો આપ્યો હોય તેનો ખાર રાખી ધમકી આપી છે. બી ડિવિઝન પોલીસમથકના પીએસઆઇ પી.એ.ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Niraj Patel