રાજકોટમાં ફૂલ સ્પીડે આવી રહેલ ડમ્પરે એક્ટિવાને લીધી એડફેટે, મહિલા તબીબનું કમકમાટીભર્યુ મોત

રાજકોટમાં ડમ્પરને લીધે મહિલા ડોક્ટરનું ઘટનાસ્થળે જ તડપી તપડીને થયું મોત, ૐ શાંતિ કેજો

Rajkot woman doctor in accident : ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવે છે. કેટલીકવાર તો આવા અકસ્માતમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં જ એક અકસ્માતનો મામલો સામે આવ્યો હતો, જેમાં રાજકોટના કોઠારિયા રોડ પર ફૂલ સ્પીડમાં આવતા એક ડમ્પરે એક્ટિવાને ટક્કર મારતા મહિલા તબીબનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરી હતી.

File Pic

જો કે, મહિલાને મૃત જાહેર કરાતા પોલીસે પીએમ માટે મૃતદેહ ખસેડી આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીયો હતો. જોકે, આ ગોઝારો અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન ત્યાં જ મુકીને ફરાર થઇ ગયો હતો.પ્રાપ્ત વિગત અનુસાર, કોઠારિયા રોડ પર પાણીના ટાંકી પાસે અને શુભમ રેસ્ટોરન્ટ નજીક પૂરપાટ ઝડપે આવેલ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું,

તેને કારણે એક્ટિવા પર સવાર આયુષી વડોદરિયા કે જે કોઠારીયા રોડ પર ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતી હતી તેનું મોત નિપજ્યુ હતુ. 24 વર્ષિય તબીબ યુવતી બપોરે નોકરી પરથી સ્કેનીંગ માટે કોઠારીયા રોડ પરથી હુડકો ચોકડી તરફ જઇ રહી હતી અને આ દરમિયાન જ શુભમ રેસ્ટોરન્ટ નજીક પુરપાટ ઝડપે આવેલા ડમ્પરે તેને અડફેટે લીધી અને તેને કારણે તે ફંગોળાઈને રોડ પર પટકાઈ. જેને કારણે માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યુ.

Shah Jina