મમ્મી, પપ્પા, ભાઈ SORRY મને કાંઇ વાંધો નથી પણ…સુસાઇડ નોટ લખી ધોરણ 12ની વિદ્યાર્થીનીએ આયખું ટૂંકાવ્યું

12 મુ ભણતી દેવાંશી સરવૈયાએ કરી આત્મહત્યા, બિચારા માં-બાપ આખી જિંદગી રડશે…મરતા પહેલા સુસાઇડમાં કહેતી ગઈ એક મોટી વાત…..

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતની ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ કારણ હોય છે તો કેટલીકવાર માનસિક કે શારીરિક હેરાનગતિ. છેલ્લા કેટલાક સમયમાં તો વિદ્યાર્થીઓના આપઘાતના ઘણા કિસ્સા સામે આવ્યા છે અને હાલમાં પણ રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ધોરણ 12ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ છે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી દેવાંશી સરવૈયાએ ગળેફાંસો ખાઇ લીધો હતો, જેના કારણે પરિવાર સહિત અન્ય વિદ્યાર્થિનીઓ પણ આઘાતમાં સરી પડી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને તપાસ કરી હતી. દેવાંશીએ આપઘાત પહેલા એક સુસાઇડ નોટ લખી હતી,

જેમાં તેણે લખ્યું હતુ પપ્પા સોરી મને માફ કરી દેજો, ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મીનું ધ્યાન રાખજે. મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું બહુ દુખે છે. પપ્પા તમે ટેન્શન ન લેતા અને સોરી પપ્પા મને માફ કરી દેજો. આ ઉપરાંત તેણે તેના ભાઇને કહ્યુ હતુ કે, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. બાય, આઇ લવ યુ મોમ ડેડ એન્ડ ભાઇ.

જણાવી દઇએ કે, મૃતક દેવાંશીના માતા-પિતા જેતપુરના કેરાળી ગામમાં રહે છે, પણ અભ્યાસ અર્થે દેવાંશી રાજકોટ ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. હાલ તો પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત દેવાંશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Shah Jina