રાજકોટના બે ફેમસ કિસ્સા: કોલેજમાં આલિંગન અને રોમિયોની જાહેરમાં જ ધોલાઇ, આ શું ચાલી રહ્યું છે

ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર જાહેરમાં જ કોઇ યુવક કે આધેડ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવે છે. હાલમાં રાજકોટમાં એક રોમિયોને પરણિત મહિલાની છેડતી કરવી ભારે પડી છે. આ રોમિયોએ મહિલા પાસે મોબાઈલ નંબર માગ્યો હતો અને રોષે ભરાયેલી મહિલાએ બૂમાબૂ કરી મુકતા રિક્ષાચાલકે રિક્ષા રોકી અને આજુબાજુમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ આ રોમિયોને ઉપરા ઉપરી 20 તમાચા ઝીંકવામાં આવ્યા હતા. આ દરમિયાન રોમિયો ‘મને મારી નાખો’નું રટણ કરી રહ્યો હતો.

જો કે, આ વીડિયો કોઇએ બનાવી લીધો હતો અને તેને વાયરલ કરી દીધો હતો. હાલ તો આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. ઘટનાની વિગત જોઇએ તો, રાજકોટના હુડકો ચોકડી નજીક મહિલાનો જાહેરમાં મોબાઇલ નંબર માગવો એક રોમિયોને ભારે પડ્યો છે. મહિલા જયારે ઉભી હતી ત્યારે તેની જ સોસાયટીમાં રહેતા એક પરિણીત રોમિયોએ તેનો નંબર માગવાનો પ્રયાસ કર્યો

અને આ વાતની જાણ મહિલાએ પોતાના પતિને કરતા તેના પતિ દ્વારા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નંબર એકમાં રમેશભાઈ મકવાણાના મકાનમાં ભાડે રહેતા રોમિયોની જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. રોમિયોને માર મારવામાં આવતા આસપાસ લોકોના ટોળેટોળા એકઠા થઇ જવા પામ્યા હતા. મહિલાના પતિ દ્વારા રોમિયોનું નામ સરનામું સહિત વિગતો પૂછવામાં આવી હતી. રિક્ષામાં બેસાડીને રોમિયોને તેના ઘર પાસે પણ લઈ જવામાં આવ્યો હતો.

જો કે, જે વીડિયો વાયર થયો છે તેમાં રોમિયો બોલી રહ્યો છે કે મને મારા ઘરે ના લઈ જવા કરતાં તમે મને મારી નાખો. લોકોના મારથી રોમિયાએ કહ્યુ કે, મારુ ઘર અહીં નજીકમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં છે અને હું ભાડે રહું છું. જો કે બાદમાં રોમિયો આજીજી કરવા લાગ્યો કે મને છોડી દો અથવા મારી નાખો. રોમિયો આવું એટલા માટે બોલી રહ્યો હતો કારણ કે જો તેના ઘરે ખબર પડે તો આબરૂના ધજાગરા થાય.

આ ઉપરાંત બીજો એક કિસ્સો વિદ્યાનું ધામ ગણાતી મારવાડી યુનિવર્સિટીમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવતી એક યુવકને આલિંગન આપી રહી છે. વીડિયોમાં એવું લાગી રહ્યુ છે કે, યુવક કોઈ બાબતથી રિસાણો છે અને તેને કોઈ પ્રકારનું દુઃખ લાગ્યું જેના કારણે યુવતિ તેને મનાવવા આવી ગંદી હરકત કોલેજના ક્લાસરૂમમાં કરી રહી છે. આ ઘટનાને કોઇએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી અને તે બાદ તે વાયરલ થઇ ગઇ હતી. આમ ચો રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોલેજ કેમ્પસના દરેક પેસેજ એરિયામાં સીસીટીવી કેમેરા છે,

પણ ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા હોવાથી આ પ્રકારની ગંભીર બેદરકારી તેમજ ભૂલો વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી રહી છે તે વિચારવા જેવી બાબત છે. જો કે, હાલ તો આ મામલે યુનિવર્સિટીમાંથી કોઇનું સત્તાવાર રીતે નિવેદન સામે નથી આવ્યું. મીડિયા અહેવાલ અનુસાર, મોરબી રોડ પર આવેલી ખાનગી કોલેજના ક્લાસરૂમમાં ચાલુ ક્લાસે એક વિદ્યાર્થિની અને એક યુવક આલિંગન કરવા લાગ્યા અને

આ ગંદી કરતૂતનો વીડિયો કોઇએ ઉતારી ફરતો કરી દીધો. હાલ તો આ કિસ્સો સમગ્ર રાજકોટ સહિત ગુજરાતમાં ચકચાર જગાવી રહ્યો છે. કોઇને કોઇ મુદ્દે વિવાદમાં રહેતી એક ખાનગી કોલેજના કેમ્પસનો એક વીડિયો શનિવારે ફરતો થયો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ મારવાડી યુનિવર્સિટીના બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં બે યુવતીઓ વચ્ચે મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Shah Jina