રાજકોટમાં ધોળા દિવસે 14 વર્ષના બાળકને બંધક બનાવીને બિલ્ડરના ઘરમાં લાખોની લૂંટ, આરોપી જે નીકળ્યું એ જાણીને તો હચમચી જશો, જુઓ

નોકર રાખતા પહેલા 1000 વાર વિચારજો, 14 વર્ષના દીકરાને બંધક બનાવી લૂંટી લીધા અધધધ લાખ રૂપિયા અને સોનાના દાગીના, રાજકોટનો ખતરનાક કિસ્સો…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ચોર દ્વારા ઘરમાં ચોરી કરવામાં આવતી હોય છે, તો ઘણીવાર જાણભેદુ દ્વારા પણ ઘરમાં જ લૂંટને અંજામ આપવામાં આવતો હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં એક બિલ્ડરના ઘરમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી અને બિલ્ડરના 14 વર્ષના બાળકને પણ બંધક બનાવી દેવામાં આવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રોયલ પાર્કમાં આવેલ શેરી નંબર 7ના “માતોશ્રી” બંગલામાં એક નેપાળીએ તેના મિત્રો સાથે મળીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. બિલ્ડરનો પરિવાર અમદાવાદ એરપોર્ટ પર હતો ત્યારે ઘરમાં સુઈ રહેલા 14 વર્ષના બાળકને સવારે 6 વાગે જગાડી તેને બનધક બનાવવામાં આવ્યો હતો. જેના બાદ આખી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ નેપાળી વ્યક્તિ બિલ્ડરના બંગલામાં જ કામ કરતો હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતુંમ જેમાં સોના ચાંદીના દાગીના અને 25 લાખ રોકડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઉપરાંત 14 વર્ષના તરુણને પણ ઓશીકું ફાડી અને તેના કપડાથી બંધક બનાવવામાં આવ્યો હતો. આ બાબતે ડીસીપી સુધીર દેસાઈએ જણાવ્યું કે બિલ્ડર પ્રભાતભાઈ સિંઘવના મકાનમાં આ ચોરી થઇ હતી. આ સમયે તેમનો 14 વર્ષનો દીકરો જશ સિંઘવ મકાનના ત્રીજા માળ ઉપર સુઈ રહ્યો હતો.

જશને પણ ઘરમાં ઘુસેલા બે વ્યક્તિઓએ ઊંઘમાંથી ઉઠાડી છરી બતાવીને બંધક બનાવ્યો હતો. જેના બાદ તેને રોકડ અને દાગીના ક્યાં છે તેમ પૂછી સોનાના દાગીના તેમજ રોકડ 25 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટનાને લઈને જેટલા એક્ઝિટ રૂટ છે તેના ઉપર પણ પોલીસ સઘન તપાસ હાથ ધરી રહી છે.

આ સમગ્ર મામલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં કામ કરતો નેપાળી યુવક બંગલાની નીચે જ એક ઓરડીમાં રહેતો હતો, જયારે પરિવાર બહાર ગયો હતો ત્યારે જ તકનો લાભ લઈને તેને બે નેપાળી મિત્રોને બોલાવી અને ઘરમાં હાથ સાફ કરી લીધો હતો, સાથે જ 14 વર્ષના તરુણ જશને પણ તેમને બંધક બનાવ્યો હતો.

Niraj Patel