કોરોના મહામારીના સમયમાં લોકો કાળાબજારી ઉપર ઉતરી આવ્યા છે ત્યારે એમ થાય કે માનવતા મરી પરવારી છે પરંતુ આ દરમિયાન રાજકોટમાંથી એક કિસ્સો એવો જોવા મળ્યો છે કે તેને જોઈને આપણને પણ થઇ આવે કે માનવતા હજુ જીવે છે.
રાજકોટના મવડી વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ દર્દીને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તે સમયે તેમણે 108ને ફોન કર્યો હતો. અને સારવારઅર્થે સિવીલ હોસ્પિટલમાં જવા માટેની તૈયારી કરી હતી. પરંતુ 108 મોડી પડી હતી.
આ દરમિયાન શરીરમાં ઑક્સિજન લેવલ ઘટી જતાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતા મીડિયાકર્મી અભય ત્રિવેદી દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ તે વ્યક્તિને પૂરતું ઓક્સિજન મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દર્દી એક એક શ્વાસ લેવા માટે વલખા મારી રહ્યો હતો. આ સમયે મીડિયાકર્મીનું ધ્યાન જતા તે ત્યાં દોડી ગયો હતો અને બાદમાં તેને 108ને ફોન કર્યો હતો. જોકે, નિયત સમય કરતાં 108 મોડી પડતા દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમયે મીડિયાકર્મી અભય ત્રિવેદીએ કોઇપણ જાતનો ભય રાખ્યા વગર દર્દીને પમ્પિંગ મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. જેથી દર્દીને શ્વાસ લેવામાં થોડીક રાહત થઇ હતી.
108ની ટીમ ઘટના સ્થળ પર આવી જતા દર્દીને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મહામારીના સમયમાં જ્યાં સગા સંબંધીઓ પણ સાથ નથી આપતા ત્યાં આ મીડિયાકર્મી દ્વારા તે વ્યક્તિનો જીવ બચાવવાના પ્રયાસોને લોકો સોશિયલ મીડિયામાં પણ પ્રસંશા કરી રહ્યા છે.
View this post on Instagram