રાજકોટમાં પરિણીતા રીટા અને પ્રેમી અઝીમ બન્ને એક જ શેરીમાં રહેતા, 4 વર્ષથી ઇલુ ઇલુ, દુઃખદ અંત આવ્યો

લફરાં કરતા પહેલા ચેતી જજો: 2 બાળકોની માતાનું લફરું હતું અઝીમ સાથે, પરિણીતાએ આત્મહત્યા કરી લીધી, કારણ સાંભળીને અક્કલ કામ નહીં કરે

ગુજરાતમાંથી અવાર નવાર પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધમાં હત્યા અને આત્મહત્યાના ચકચારી કેસ સામે આવતા રહે છે. હાલમાં રાજકોટમાંથી અવૈદ્ય સંબંધનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમીએ પરણિત પ્રેમિકાને લગ્નની લાલચ આપી હતી અને તેની સાથે સંબંધો રાખ્યા હતા. પ્રેમીએ લગ્નની લાલચ આપ્યા બાદ દગો આપતા પરણિત પ્રેમિકાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આજકાલ તો ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે, જેમાં યુવક દ્વારા યુવતિને પ્રેમજાળમાં ફસાવવામાં આવે અને પછી હવસ સંતોષી તેને તરછોડી દેવામાં આવતી હોય છે.

Image source

ત્યારે આ બાબતે કેટલીક યુવતિઓ કે મહિલાઓ હિંમત કરી પોલિસને હકિકત જણાવી ફરિયાદ દાખલ કરાવતી હોય છે તો કેટલીકવાર મહિલાઓ આપઘાત જેવું જીવનનું અંતિમ પગલુ ભરી લેતી હોય છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના જસદણના વાજસુરપરામાં રહેતી પરણિત મહિલાએ તેના ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકનું નામ રીટાબેન છે. તે તેના પતિ વનમાળી દાસ ઉ્ફે મનોજ દેસાણી સાથે રહેતી હતી. તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી પણ છે.

ત્યારે મહિલાએ આપઘાત કરી લેતા બંને બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. જયારે મૃતકનો પતિ ઘરે આવ્યો ત્યારે તેણે તેની પત્નીને પંખે લટકતી જોઇ હતી. મૃતકે મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં આપઘાત પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસે ઘટના સ્થેળ જઈ તપાસ શરુ કરી હતી અને સુસાઇડ નોટના આધારે રીટાબેનને આપઘાત કરવા મજબુર કરનાર અઝીમ ડોડીયા નામના શખ્સની ધરપકડ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

પ્રેમીએ રીટાબેનને દગો આપતા તેમણે મોતને વ્હાલું કર્યું હતું. રીટાબેન છેલ્લા ચારેક વર્ષથી એ જ વિસ્તારમાં રહેતા અઝીમ સાથે પ્રેમ સંબંધમાં હતા. તં બંને પરણિત હતા. અઝીમે રીટાને લાલચ આપી હતી કે, હું મારી પત્નીને છૂટાછેટા આપીને તને પત્ની બનાવીશ અને આમ કહીને તેણે રીટા સાથે 4 વર્ષ સુધી અનેક વાર સબંધ બાંધ્યા હતા. અઝીમે વર્ષ સુધી લગ્નની લાલચ આપી રીટાબેન સાથે પોતાની હવસ સંતોષી હતી.

અઝીમના જુઠ્ઠા લગ્નના વાયદાથી કંટાળેલી રીટાબેનથી હવે અને માનસિક ત્રાસ સહન થતો ન હોવાને કારણે તેમણે પ્રેમીના ત્રાસથી તંગ આવી આપઘાત કરી લીધો અને મરતા પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી.. સુસાઇડ નોટમાં આરોપી અઝીમે લગ્નની લાલચ અને વારંવારના તેની સાથે સબંધ બાંધ્યો હોવાનો પણ ઉલ્લેખ છે.

Shah Jina