રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે કર્યો આપઘાત, કહ્યુ- હવે હું થાકી ગયો છું…

Source : સુસાઇડ નોટમાં 10 વ્યાજખોરોના નામ લખી યુવકનો આપઘાત:મારી પાસે રૂપિયા નથી, મારું જીવન ગુમાવું છું; અંતિમ વીડિયોમાં કહ્યું- મારી બધી બહેનોને જય માતાજી, સુખી રહેજો
હવે મારી પાસે રૂપિયા નથી, થાકી ગયો છું…. વ્યાજખોરોના ત્રાસથી યુવકે આત્મહત્યા કરી
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે સુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી, કહ્યું- મૂડી કરતાં પણ વધારે પૈસા આપીને હવે થાકી ગયો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં અલગ અલગ કારણો હોય છે, ત્યારે હાલમાં રાજકોટના કોઠારીયા રોડ પર આવેલ શિવમપાર્કમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા એક 34 વર્ષિય યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં 10 જેટલા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ છે.

આપઘાત પહેલા યુવકે એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, મારી બધી બહેનોને જય માતાજી. આ મારો છેલ્લો વીડિયો છે. સુખી રહેજો. જય માતાજી હો બહેનો બધી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યુ છે કે કન્સ્ટ્રક્શનના ધંધા માટે યુવકે અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. હાલ તો પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના કોઠારીયા રોડ શિવમપાર્ક શેરી નંબર-3માં રહેતાં 34 વર્ષિય અલ્પેશ સાકરીયા કે જે કન્સ્ટ્રક્શનના ધંધાર્થી છે તેણે રાત્રે 9 વાગ્યા આસપાસ રેસકોર્સ બાલભવન સામે શૌચાલય પાસે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન દમ તોડી દેતાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરી અને પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી.

અલ્પેશ કન્સ્ટ્રક્શનનું લેબર કામ કરતો હોવાને કારણે અને ધંધામાં પૈસાની જરૂર હોવાથી અલગ અલગ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જો કે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેણે આપઘાત કર્યાનું સુસાઇડ નોટમાં જણાવ્યુ છે. સુસાઇડ નોટમાં 10 વ્યાજખોરોના નામ પણ લખેલા છે અને એવો પણ ઉલ્લેખ છે કે મૂડી કરતા વધુ વ્યાજ ચૂકવી દીધુ છે. આ ઉપરાંત એવો પણ ઉલ્લેખ છે કે હવે રૂપિયા નથી માટે વ્યાજ આપી શકું તેમ નથી એટલે જીવન ગુમાવું છું.

Shah Jina
error: Unable To Copy Protected Content!