આયર્લેન્ડમાં ઝાડ સાથે ટકરાઇ પૂરપાટ ઝડપે જતી ઓડી કાર, 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત- 2 ઘાયલ; જુઓ તસવીરો

દક્ષિણ આયર્લેન્ડના કાઉન્ટી કાર્લોમાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ ગંભીર ઘાયલ છે. તેમની કાર ઝાડ સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ ચેરકુરી સુરેશ ચૌધરી અને ચિતૂરી ભાર્ગવ તરીકે થઇ છે. સ્થાનીય પોલિસ અને ઇમરજન્સી સેવાઓએ શુક્રવારે સવારે અકસ્માત સ્થળે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી.

કાર્લો ગાર્ડા સ્ટેશનના ઇંસ્પેક્ટર એંથનીએ જણાવ્યું હતું કે “એક બ્લેક ઓડી A6 કાર કાર્લો શહેર તરફ જઈ રહી હતી ત્યારે તે કાબૂ ગુમાવી બેઠી અને ગ્રૈગુએનસ્પિડોઝ ખાતે એક ઝાડ સાથે અથડાઈ હતી. ડબલિનમાં ભારતીય દૂતાવાસે પણ આ ઘટના પર દુખ જતાવ્યુ છે. દૂતાવાસે કહ્યુ- ભારતીય દૂતાવાસ કાર્લોમાં એક કાર અકસ્માતમાં ચેરકુરી સુરેશ ચૌધરી અને ચિતૂરી ભાર્ગવના દુઃખદ અવસાન પર ખૂબ જ શોક વ્યક્ત કરે છે.”

બીજી તરફ કારમાં સવાર અન્ય બે મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે . તેમાં એક પુરુષ અને એક મહિલા છે, જેની ઉંમર 20 વર્ષ આસપાસ હોવાનું કહેવાય છે. રીપોર્ટ અનુસાર, ચારેય મિત્રો સ્થાનિક વિસ્તારમાં એક જ ઘરમાં રહેતા હતા અને તાજેતરમાં સાઉથ ઈસ્ટ ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (SETU) કાર્લોથી થર્ડ ગ્રેડનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

આમાંથી એક વિદ્યાર્થી સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપની MSDમાં કામ કરતો હતો. તેના અંતિમ સંસ્કારના ખર્ચ અને અન્ય ખર્ચ માટે 24 કલાકમાં 25,000 યુરો કરતાં વધુ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!