રંગીલા રાજકોટમાં 20 વર્ષીય યુવતીએ યુવક સાથે માણ્યું સુખ, લીવ-ઇનમાં જ પુત્રને આપ્યો જન્મ ને પછી તો થઇ જોવા જેવી

લિવ ઇનમાં પહેલા ખુબ રંગરેલિયા મનાવ્યા પછી આ કારણે રીબડા લઈ જઈ યુવતીની કાસળ કાઢી નાખી- જાણો વિગત

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવો બની રહ્યા છે અને આ દરમિયાન ઘણા એવો બનાવો બનતા હોય છ, જેમાં પતિને તેની પત્ની પર કે પછી પ્રેમીને તેની પ્રેમિકાના ચરિત્ર પર શંકા જતા તેની હત્યા નિપજાવી દેવામાં આવી દેતી હોય છે, ત્યારે હાલમાં જ રાજકોટમાંથી એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિની હત્યા કરી દેવામાં આવી છે અને આ મામલે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ યુવતિની હત્યા કોઇ બીજાએ નહિ પરંતુ તેના લિવ ઇન પાર્ટનરે કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

યુવતિ રાજકોટના કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારની છે અને તેની તેના પતિ કમ લિવ ઇન પાર્ટનરે તેની હત્યા કરી અને લાશને ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીને સકંજામાં લેવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. ગઇકાલના રોજ એટલે કે ગુરુવારના રોજ સવારે રીબડા ગામ પાસેથી યુવતિની હત્યા કરી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. અંદાજે 25 વર્ષિય યુવતિ કે જેની લાશ રીબડા ગામના ગેટ સામેથી જીન્સ અને ટી શર્ટ પહેરેલી હાલતમાં મળી આવી હતી અને ઘટનાની જાણ થતા ગોંડલ પોલિસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ત્યારે લાશ મળતા જ પોલિસે  તેની ઓળખ મેળવવા કાર્યવાહી શરૂ કરી હતી અને પોલિસને આ બાબતે સફળતા પણ મળી હતી. ક્રાઇમ બ્રાંચની તપાસમાં યુવતિના પતિ કમ લિવ ઇન પાર્ટનરે જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું ખુલ્યુ હતુ. યુવતિના પતિ સંદીપ સગપરીયાએ લગભગ ત્રણેક વર્ષ પહેલા લગ્ન થઇ ગયા હોવાનું જાહેર કર્યુ હતુ, જો કે તેઓના લગ્ન થયા હતા નહિ અને તે બંને લિવ ઇનમાં રહેતા હતા. આ રિલેશનથી તેમને એક દીકરો પણ છે, જે લગભગ દોઢ વર્ષનો છે.

મૃતકનું નામ સાજેદા ઉર્ફે સાજુ હોવાનું સામે આવ્યુ છે, ત્યારે મોડી સાંજે તે સાજુને લઇને એક્ટિવા પર નીકળ્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી બાદ સંદિપે સાજુનું ગળુ દબાવી તેની હત્યા કરી દીધી હતી. સંદિપને શંકા હતી કે સાજુના એકથી વધારે વ્યક્તિ સાથે આડાસંબંધ છે, જેને કારણે તેણે હત્યા નિપજાવી હતી.

Shah Jina