Rajkot Loot Case : ગુજરાતમાંથી ઘણીવાર લૂંટના કિસ્સા સામે આવે છે, જેમા કેટલીકવાર ઘરમાં રાખેલ કામવાળી જ કાંડ કરી જતી હોય છે. ત્યારે હાલમાં રાજકોટના પોશ વિસ્તાર એવા 150 ફૂટ રોડ પરથી હાલમાં લૂંટની ઘટના સામે આવી. કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્ર અનડકટના ઘરે દરરોજ બપોરે કામવાળી આવતી. ત્યારે રોજની જેમ કામવાળી મહિલા આવી અને ઘરકામ કરવા લાગી.
પણ આ સમયે કામવાળીએ ઘરમાં રહેલ વૃદ્ધાને કેફી પીણું પીવડાવ્યું અને થોડા જ સમયમાં તેમને ઘેન આવી ગયુ અને કામવાળી લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ. જો કે, અચાનક વૃદ્ધ મહિલાની ઊંઘ ઊડી જતા તેણે બૂમાબૂમ શરૂ કરી હતી. વૃદ્ધાના ઘરમાં જે કામ કરવા આવતી હતી તે પરપ્રાંતિય મહિલા અને તેના પતિએ આ વૃદ્ધાને બંધક બનાવી દીધા હતા અને 3 લાખ રોકડા અને સોનાની લૂંટ ચલાવી હતી.
કામ કરવા આવેલી પરપ્રાંતિય મહિલાએ તેનું નામ સુશિલા જણાવ્યું હતું. જો કે, ઘરમાં કામવાળી રાખતા પહેલા આ પરિવારે તેના કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા નહોતા. ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના ઈન્દિરા સર્કલ નજીક આવેલા કોહિનૂર એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધા ઘરે એકલા હતા, ત્યારે ઘરકામ માટે રાખેલી મહિલાએ તેમને બાથરૂમમાં પૂરી દીધા હતા.
આ સમયે અન્ય એક શખ્સ પણ હતો અને કામવાળીએ તેની સાથે મળી લૂંટને અંજામ આપ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા કાર્યાવહી કરવામાં આવી રહી છે અને પોલીસનો CCTV દ્વારા આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.