26 વર્ષની સુંદર જાનકીએ રંગીન મિજાજીના યુવકોને રંગરેલિયા મનાવવા લઇ ગઈ, અંત એવો ખરાબ આવ્યો કે કહેશો બરાબરના ભરાઈ ગયા….

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના કિસ્સા સામે આવે છે. કેટલીકવાર યુવતિઓ દ્વારા યુવકો કે આધેડને જાળમાં ફસાવી બ્લેકમેઇલ કરી પૈસા પડાવવામાં આવતા હોય છે, તો ઘણીવાર લગ્નની લાલચ આપી પૈસા પડાવાય છે. આવા કિસ્સાઓ યુવતિઓ કે મહિલાઓ એકલી નથી હોતી પરંતુ તેમની સાથે બીજા પણ વ્યક્તિઓ સામેલ હોય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો,

જેમાં હનીટ્રેપ સહિત ખુની હુમલા અને મારામારી તેમજ વ્યાજખોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓમં રણજીત ઉર્ફે કાનો ટીકીટ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ટીકીટ અરવિંદ ગોહેલ તેમજ અકીબ ઉર્ફે હકો રફિક મેતર સામેલ છે. ત્રણેય આરોપીઓને સુરતની લાજપોર અને વડોદરા સેન્ટ્રલ જેલહવાલે કરાયા હતા.

ચુનારાવાડમાં રહેતી જાનકી પ્રજાપતિએ રંગીન મિજાજીઓને હનીટ્રેપમાં ફસાવ્યા અને પછી મોટી રકમ પડાવી. ત્યારે ચાર જેટલા ગુનામાં તેની અટકાયત કરી સુરત જેલ હવાલે કરવામાં આવી છે. જ્યારે તેના સાગરીત જીતુદાન ઉર્ફે ભુરો બાણીદાન ગઢવી સામે હનીટ્રેપ સહિત પાંચ ગુના નોંધાયા અને તે આધારે તેને વડોદરા જેલહવાલે કરાયો છે.

આરોપી જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે ટિકિટ અરવિંદ ગોહેલ સામે મારામારી સહિત દારુના 16 જેટલા ગુના નોંધાયા છે અને તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી અને ભક્તિનગર પોલીસે સુરત જેલ હવાલે કર્યો. એક આરોપી અકીબ પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે અને તેના સામે ફરજમાં રૂકાવટ સહિત મારામારી અને દારૂ તેમજ મની લેન્ડ સહિતના પાંચ ગુના નોંધાયા છે.

Shah Jina