રાજકોટ જામનગર હાઇવે બન્યો લોહિયાળ ! ટ્રેક્ટર અને કાર વચ્ચેની જોરદાર ટક્કરમાં 4 ના મોત- કારની હાલત જોઇ ચીસ પાડી ઉઠશો

ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત, કારનો કચરો થઇ ગયો, 4 લોકોના મોત- કારનો વળી ગયો કચ્ચરઘાણ, હિમ્મત હોય તો જ જોજો તસવીરો, બાકી રહેવા દેજો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર અનેક લોકો મોતને પણ ભેટે છે. ત્યારે હાલમાં રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.

ઘટનાની જાણ થતા પોલિસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, રાજકોટના પડધરી પાસે પડધરી તરફ જઈ રહેલી કાર અને સામેથી આવતા ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતની જાણ પોલીસને કરાતા ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી.

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. મૃતકોમાં અજય પ્રવીણ જોશી, હિમાંશુ પરમાર, કિરીટ ડોબરીયા અને અજય છગનભાઇ સામેલ છે. પોલીસ દ્વારા મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી છે અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ચાર મૃતકોમાં ત્રણ રાજકોટના છે અને એક અન્ય જગ્યાનો છે. આજે વહેલી સવારે આ ગોઝારો અકસ્માત થયો હતો.

જણાવી દઇએ કે, મંગવારની મોડી રાતે મહેસાણામાં પણ એક અકસ્માત સર્જાયો જેમાં નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી મારતા એક મહિલા અને એક બાળકનું મોત થયુ હતુ. લક્સરી બસ સુરતથી જોધપુર તરફ જઈ રહી હતી અને આ દરમિયાન અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમવતા પલટી મારી ગઇ. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા જ્યારે 5-6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Shah Jina