ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની સગીરાઓ પર દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેટલીક સગીરાઓને કોઇ લાલચ આપી અથવા તો કોઇ બહાનું બતાવી લઇ જઇ કોઇ સૂમસામ જગ્યાએ કે પછી ઘરે જ તેની સાથે ના કરવાનું કરવામાં આવતુ હોય છે. ત્યારે હાલ રંગીલા રાજકોટમાંથી એવી ઘટના સામે આવી છે, જેણે બધાના હોંશ ઉડાવી દીધા છે. રાજકોટમાં મોબાઇલ અને 500 રૂપિયાની લાલચ આપી 16 વર્ષિય સગીરાને સ્લીપર કોચ બસમાં લઇ જવામાં આવી હતી અને ત્યાં જ ચાલુ બસે તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
હાલ તો રાજકોટ પોલીસે આ ઘટનામાં સંકળાયેલા શખ્સ હનીફ ખાલીદ આરબની ધરપકડ કરી લીધી છે અને ચેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.ઘટનાની વિગત તપાસીએ તો, બે મહિનાનો દીકરો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે પોતાના બાળકો સાથે એક મહિલા હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ કેટલાક દિવસોથી રહેતી હતી. ત્યારે મંગળવારના રોજ રાત્રે આ મહિલાની 16 વર્ષની દિકરી તેના બે નાના ભાઇઓ સાથે હોસ્પિટલ બહાર લોટરી બજાર પાસે જમવાનું લેવા ગઇ હતી.

આ દરમિયાન જ એક હવસખોર હોન્ડાચાલકે સગીરા અને તેના બે ભાઇઓને ફેરવવાના બહાને બેસાડ્યા અને પછી રેસકોર્ષ લઇ જઇ ચક્કર મરાવ્યા. તે બાદ સગીરાને ચોટીલા ફરવા જવું છે તેમ કહી તેના નાના ભાઇઓને હોસ્પિટલે ઉતાર્યા અને પછી ગ્રીનલેન્ડ ચોકડીએ લઇ જઇ ત્યાં બાઇક રાખી એક સ્લીપર કોચ બસમાં સગીરાને બેસાડી આરોપી લઇ ગયો. ત્યાં ચાલતી બસમાં જ તેણે સગીરાને પહેલા રોકડ અને નવા મોબાઇલ ફોનની લાલચ આપી અને પછી બળજબરીથી તેની સાથે બળાત્કાર ગુજાર્યો.

આ ઘટનાની ફરિયાદ એ-ડિવીઝન પોલીસમાં સગીરાની માતાએ નોંધાવી હતી, જે બાદ પોલિસે હનીફ આરબની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાના છોકરાઓ જ્યારે 11.30 વાગ્યે પરત આવ્યા ત્યારે તેમણે કહ્યુ કે, તેઓને ઉતારી તે શખ્સ બહેનને લઇ ગયો હતો. જે બાદ પુત્રીને શોધવા તેમજ ફરિયાદ કરવા મહિલા પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચી હતી. આ દરમિયાન રાતે અઢી-ત્રણ વાગ્યા આસપાસ સિવિલમાં બાળકોના દવાખાના પાસે પહોંચ્યા ત્યારે અપહૃત પુત્રી પગથીયા પાસે બેઠી હતી.

ત્યારે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યુ કે, તેને ચોટીલા ફરવા જવાનું કહી તેણે ગ્રીનલેન્ડ ચોકડીએ બાઇક પાર્ક કર્યુ હતુ અને પછી ટ્રાવેલ્સની બસમાં ઉપરની સીટમાં સૂવડાવી હતી. જે બાદ તેણે 500 રૂપિયા આપવાનું કહી સંબંધ બાંધવાનું કર્યુ અને સગીરા તાબે ન થતા તેણે મોબાઇલ ફોનની લાલચ આપી હતી. જે બાદ પણ તેણે ઇનકાર કર્યો હતો તેણે જબરદસ્તી નીચેના વસ્ત્રો ઉતરાવીને દુષ્કર્મ ગુજાર્યું હતું હાલ તો આરોપી વિશે એ સામે આવ્યુ છે કે, તે પરિણિત છે અને બે સંતાનનો બાપ પણ છે.
પીડિત સગીરાની માતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુધ્ધ આઇપીસી 363, 376 (જે), અને પોક્સોની કલમ હેઠળ અપહરણ-બળાત્કારનો ગુનો નોંઘ્યો છે. જો કે, આરોપી હનીફ આરબ જામનગર રોડ પર રહે છે અને તે આ પહેલા પણ મારામારી, પ્રોહિબિશન, જાહેરનામા ભંગ સહીત 4 જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.