વેરાવળમાં ધોરણ 10 મું ભણતી વિધાર્થિનીએ બોર્ડની પરીક્ષાના એક દિવસ પહેલા જ ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવ્યું, માતા-પિતાનું હૈયાફાટ રુદન

દુઃખદ: વેરાવળમાં પટેલ પરિવારની લાડકવાયી દીકરીએ સવારે 9 વાગ્યે કરી આત્મહત્યા, માં-બાપ પર તૂટી પડ્યું દુઃખનો પહાડ- જુઓ પપ્પાએ શું કહ્યું

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. તો ઘણા નાની ઉંમરના કિશોરો કિશોરીઓ પણ પરીક્ષાના ડરના કારણે આપઘાત કરી લેતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે.

ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં શાપર વેરાવળમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થીની મોતને વહાલું કરી લેતા પરિવારમાં શોકનો માહોલ ફરી વાળ્યો છે. પટેલ પરિવારની આ દીકરીની આવતી કાલથી જ  ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની હતી. એ પેહલા જ તેને મોતને વહાલું કરી લેતા માતા પિતા પણ તૂટી ગયા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર શાપર વેરાવળના હૈસીન્ગ સોસાયટીમાં રહેતી બીના કાંતિભાઈ પટેલે આજે સવારે જ 9 વાગ્યાની આસપાસ તેના ઘરમાં ગળે ટુંપો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. પરિવારને આ બાબતે જાણ થતા જ તેમનું હૈફાટ રુદન પણ સામે આવ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

તો આ મામલે તપાસ કરી રહેલી પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરતૂક બીનાની માતા આશાબેનના લગ્ન 15 વર્ષ પહેલા કાંતિભાઈ નામના વ્યક્તિ સાથે થયા હતા. બીના કાંતિભાઈનું સંતાન ના હોવા છતાં પણ તેને પોતાની સગી દીકરી કરતા વધારે પ્રેમ આપતા હતા. બીના પણ 15 વર્ષથી કાંતીભાઈને જ પોતાના પિતા માનતી હતી.

પાલક પિતા હોવા છતાં પણ પોતાની સગી દીકરીની જેમ ઉછેરેલી બીનાના નિધન બાદ તેઓ પણ પડી ભાંગ્યા હતા અને ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગ્યા હતા. મૃતક બિનના પિતાએ જણાવ્યું કે બીનાને આવતીકાલે ધોરણ 10માં રીપીટર તરીકે ગણિત અને વિજ્ઞાનનું પેપર હતું.તેમને એમ પણ જણાવ્યું કે પરીક્ષા હોવાના કારણે બીના સતત ચિંતામાં રહેતી હતી. પરંતુ પરીક્ષા નથી આપવી તેમ પરિવારને તેમને જણાવ્યું નહોતું.

Niraj Patel